'અમારી જિંદગી સાથે રમત ના કરો', લંડનવાસીઓ આવ્યા રસ્તા પર

27 જુલાઇના રોજ લંડનમાં શરૂ થનારી ઓલિમ્પિકની રમતો દરમિયાન ત્યાંના ઘરની છત પરથી જમીનથી હવામાં મારો કરનારી મિસાઇલ્સ લગાડવાની યોજનાઓ વિરુદ્ધ પુર્વ લંડનના રહેવાસીઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
- લંડનમાં ઓલિમ્પિક દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી અમુક ઘરો પર મિસાઇલને તૈનાત કરવાની યોજનાને મળી રહ્યા છે કાયદાકીય પડકારો .
આ અંગે અધિકારીઓનું કહેવું છે કે ઓલિમ્પિક દરમિયાન આતંકવાદી હુમલાઓથી બચવા માટે આ પ્રકારના ઉપાય જરૂરી છે, પરંતુ સ્થાનીય નિવાસીઓનું કહેવું છે કે યોજનાને લાગુ કરતા પહેલા તેમની સલાહ લેવામાં આવી ન હતી.
27 જુલાઇના રોજ લંડનમાં શરૂ થનારી ઓલિમ્પિકની રમતો દરમિયાન ત્યાંના ઘરની છત પરથી જમીનથી હવામાં મારો કરનારી મિસાઇલ્સ લગાડવાની યોજનાઓ વિરુદ્ધ પુર્વ લંડનના રહેવાસીઓએ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
આ અંગે રક્ષા મંત્રાલયનું કહેવું છે કે ઓલિમ્પિક સ્થળો પર આકાશમાંથી થતા આતંકવાદી હુમલાઓની સંભાવનાને રોકવા માટે આ મિસાઇલનો ઉપયોગ કરવામાં આવશે.
પરંતુ આ ઇમારતોમાં રહેનારા લોકોનું કહેવું છે કે તેનાથી તેમની સુરક્ષાને ખતરો છે અને આ કદમ માટે તેમના કોઇ પણ અભિપ્રાય લેવામાં આવ્યા નથી.
આ અંગે લંડનના રહેવાસીઓ દ્વારા રોકવામાં આવેલા વકીલે મામલાની સુનાવણી સુધી મિસાઇલ્સોને ઘરની છત પર ગોઠવવા પર પ્રતિબંધ આવે તેવા પ્રયત્નો કરી રહ્યા છે.
સુરક્ષા અધિકારીઓના અનુસાર લેયટંસ્ટનના ફ્રેડ વિગ ટાવરની છત પર મિસાઇલ વગાડવાની જેના વિરોધમાં રહેવાસીઓએ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે.






