Advertisement
Home >> International News >> Special >> Int_ India Break Civil & Deal Nuclear Plant

ગુજરાતનું આ નાનું ગામ ગાજ્યું ગ્લોબમાં, અમેરિકા સાથે થયા કરાર

Agency | Jun 14, 2012, 19:26PM IST
 
 


વોશિંગ્ટન. અમેરિકાની સાથે અસૈનિક પરમાણુ કરાર અંતર્ગત 1000 મેગાવોટના પહેલા પરમાણુ પ્લાન્ટની સ્થાપના કરવાના શરૂઆતી તબક્કાના કાર્ય માટે બુધવારે આગળ ડગ માંડ્યું છે. ભારત-અમેરિકાની વચ્ચે ત્રીજી રણનીતિક વાર્તાના અવસર પર ન્યુક્લિઅર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ પરમાણુ પ્લાન્ટ અંતર્ગત અમેરિકી ફર્મ વેસ્ટિંગ હાઉસની સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા.

વોશિંગ્ટનમાં થયેલી આ મિટીંગમાં ગુજરાતના ભાવનગર જિલ્લાના મિઠીવિરડીમાં પ્રસ્તાવિત પ્લાન્ટ માટે આ કરાર કરવામાં આવ્યો છે.

ભારત- અમેરિકાના પરમાણુ પ્લાન્ટના આ કરારને અમેરિકી વિદેશ મંત્રી હિલેરી કિલન્ટને મહત્વનો ગણાવ્યો છે. જો કે તેમણે તે સાથે પરમાણુની જવાબ માંગતા વિધેયકને લઇને અમેરિકી ફર્મો એ દર્શાવેલી આપત્તિઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

- ભારતે પહેલી વાર અમેરિકા સાથે કર્યો અસૈનિક પરમાણુ કરાર - ગુજરાતમાં ભાવનગરની મીઠીવીરડી ખાતે સ્થપાશે ન્યુક્લિઅર પ્લાન્ટ

- વિદેશ મંત્રી હિલેરી અને કૃષ્ણા વચ્ચે વોશિંગ્ટનમાં થયા કરારો

અમેરિકાની સાથે ભારતની ત્રીજી રણનીતિક વાર્તા બુધવારે વોશિંગ્ટનમાં શરૂ થઇ.જેમાં સુરક્ષા અને રક્ષા સહયોગ, વેપાર અને રોકાણ, વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી,શિક્ષા અને પરસ્પર સંબંધ અને દક્ષિણ અને પુર્વ એશિયામાં સહયોગ જેવા પાંચ મુદાઓને કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.

આ અંગે વિદેશ મંત્રી હિલેરી કિલન્ટનએ આ ચર્ચા શરૂ કરતાં પહેલા કહ્યું કે બન્ને દેશો નવા અને વધારે પરિપક્વ સંબંધો તરફ વધી રહ્યા છે તે સાથે તેમણે વધુ ઉમેરતા કહ્યું કે જે ઝડપે બન્ને દેશોના સંબંધો વધી રહ્યા છે તેમાં અડચણો આવવી સ્વાભાવિક છે પરંતુ તેમ છતાં અમે આગળ વધતા રહીશું.જ્યારે હિલેરી કિલન્ટને ખુલ્લી,મુક્ત અને પારદર્શી વૈશ્વિક અર્થવ્યવસ્થાની જરૂરિયાત પર ભાર આપ્યો અને કહ્યું કે ભારત અને અમેરિકા દક્ષિણ એશિયા અને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષા અને સ્થિરતા જોવા માંગે છે તેમજ આતંકવાદ, બીજા વૈશ્વિક પડકારો વિરુદ્ધ સહિયારા આંતરરાષ્ટ્રીય પ્રયાસોના મહત્વને પણ બન્ને દેશો સારી રીતે સમજે છે. ઇરાનથી આયાત ઓછી કરવા અમેરિકાએ ભારતને આપી શાબાશી

ઇરાનથી કાચા તેલની આયાતને ઓછી કરવા માટે કિલન્ટને ભારતની પ્રશંસા કરી.તેમણે કહ્યું કે બન્ને દેશો વચ્ચે સહયોગ વધારવાના પરિણામ સ્વરૂપે આમ થયું છે. તમારો મત

સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.


 

Your Opinion
 
 
Code:
1 + 4

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment