Advertisement
Home >> International News >> Pakistan >> Int_ Gilani Punished For Just 30 Second

ગિલાનીને માત્ર 30 સેકન્ડની સજા, ઘટનાની આ છે 10 હકીકતો

Agency | Apr 26, 2012, 13:37PM IST
 
 


ઇસ્લામાબાદ. પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે ગુરૂવારના રોજ કરેલ સુનાવણીમાં પાકિસ્તાનના પ્રધાનમંત્રી યુસુફ રઝા ગિલાનીને દોષી ઠેરવ્યા છે, જો કે કોર્ટે આ માટે માત્ર થોડી મિનિટો માટેની સાંકેતિક સજા સંભળાવી હતી.

ગિલાનીને જે માટે કોર્ટે દોષી ઠેરવ્યા છે તે ઘટનાનો ચિત્તાર

ગિલાનીએ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસીફ અલી ઝરદારીના ભ્રષ્ટાચારના કેસોને ફરીથી ખોલવા માટે કોર્ટના આદેશની અવગણના કરી હતી.

આ માટે અત્યંત સંક્ષિપ્ત કાર્યવાહી બાદ કોર્ટે તેમને દોષી ઠેરવતા તેમને તે સમય સુધી કોર્ટમાં રહેવાની સજા સંભળાવામાં આવી કે જ્યાં સુધી કોર્ટની કાર્યવાહી પુરી ન થાય આમ તેમણે 30 સેકન્ડ સુધી કોર્ટમાં રહેવાની સજા ભોગવી.

30 સેકન્ડ માટે અપાયેલી આ સજા માટે વિધાનના અનુચ્છેદ 63 (1) (જી) અંતર્ગત દોષી ઠેરવાયા છે જેના બાદ તે કાયદાકીય અને નૈતિક રીતે પ્રધાનમંત્રી બનવાને લાયક રહેતા નથી, જો કે આ અંગે વિશેષજ્ઞોનું માનવું છે કે આ પક્રિયા ઘણી જટિલ અને લાંબો સમય માંગી લે તેવી છે.

ગિલાની જ્યારે કેસની સુનાવણી માટે કોર્ટમાં પહોંચ્યા ત્યારે તેમની પર ફુલોનો વરસાદ કરવામાં આવ્યો હતો.

આજે બપોરે 2 વાગે આ માટે ફેડરલ કેબિનેટની સ્પેશિયલ મિટિંગ બોલાવવામાં આવશે જેમાં સરકાર માટેના આગામી પગલા અંગે વિચારણા થશે.

ગિલાની કેટલાક મંત્રીઓ સાથે પગપાળા જ કોર્ટે આવ્યા, સજા પુરી થતાં ગિલાનીએ કોર્ટના આ નિર્ણયને ખોટો ઠેરવ્યો અને કોર્ટના નિર્ણય વિરુદ્ધ કેસ દાખલ કરવાની અપીલ કરવાની વાત કહી. સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કહ્યું કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિની ભ્રષ્ટાચાર વિરુદ્ઘના મામલામાં તપાસ કરવી જોઇએ અને સ્વીસ બેંક એકાઉન્ટમાં તેમની જમા રકમ પણ તપાસમાં લેવી જોઇએ.

આ અંગે ગિલાનીએ કહ્યું કે રાષ્ટ્રપતિ વિદેશમાં અને પાકિસ્તાનમાં કાયદેસરનું રક્ષણ મેળવવા માટે હકદાર છે.

ગત વર્ષે સુપ્રીમ કોર્ટે પાકિસ્તાનના પ્રધાનમંત્રી માટે આ કેસ સંદર્ભે એવું નિવેદન આપ્યું હતું કે ગિલાની પ્રામાણિક માણસ નથી.

મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.

 


 

Your Opinion
 
 
Code:
7 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment