વિદેશી નાગરિકો માટે ચીનના પોલીસોને અપાશે આ વિશેષ તાલીમ!
Agency
| Apr 09, 2012, 16:46PM IST

ચીનમાં આવતા વિદેશી નાગરિકો સાથે પોલીસ વ્યવસ્થિત કમ્યુનીકેશન કરી શકે તે હેતુથી પોલીસ અંગ્રેજી શીખી રહી છે.
આ અંતર્ગત શહેરના જન સુરક્ષા બ્યુરોના લગભગ 100 અધિકારીઓ તથા જિલ્લા બ્યુરો પ્રમુખોને સપ્તાહાંતમાં નવ મહિનાનું અંગ્રેજી પાઠ્યક્રમ શરૂ કર્યુ છે.
શંઘાઇ નિગમ જન સુરક્ષાના બ્યુરોના ઉપ નિર્દેશક ગ્યુઓ યોંગહુઆએ ચાઇના ડેલીને કહ્યું છે કે વધારેમાં વધારે વિદેશી અહીં રહેવા અને કામ કરવા આવી રહ્યા છે અને તેનાથી શહેર પોલીસ સમક્ષ મોટી મુશ્કેલી આવી રહી છે.
તેમણે વધુમાં ઉમેરતાં કહ્યું કે, શહેરનો જન સુરક્ષા વિભાગ ઉચ્ચ ગુણવત્તા સંપન્ન પોલીસ અધિકારીઓને તૈયાર કરવાની દિશામાં કામ કરી રહ્યું છે જેથી વિદેશી નાગરિકો સંબંધી મુદાઓને શ્રેષ્ઠ રીતે ઉકેલી શકાય.
આ કામમાં અંગ્રેજી ભાષા પ્રશિક્ષણ કંપની વૉલ સ્ટ્રીટ ઇંગ્લિશની મદદ લેવામાં આવી રહી છે.







