યુ ટ્યુબ વર્લ્ડમાં આ વીડિયોએ ખાસ્સી ચર્ચા જગાવી છે. આ વીડિયોમાં એક અમેરિકી પિતા ગુસ્સામાં આવીને પોતાની છોકરીના લેપટોપમાં પોતાની હેન્ડગનથી ગોળીઓ મારતો દેખાડવામાં આવ્યો છે.
-જો કે આ વીડિયો જોયા બાદ તેના પર ઘણી ટીકા- ટીપ્પણીઓ પણ ચાલી રહી છે જેમાં આ પિતા દ્વારા છોકરીના ઉછેરને લઇને પણ ઘણાં પ્રશ્નો ઉઠ્યા છે. અમેરિકાના ઉત્તર કેરોલાઇનાના રહેનારો ટોમી જોર્ડન નામનો આ શખ્સ વીડિયોમાં બતાવે છે કે તે પોતાની 15 વર્ષની છોકરી પર ગુસ્સે થયો છે કારણ કે તેણે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સમાં પોતાના મા-બાપની આલોચના કરી હતી.
-દીકરીના લેપટોપમાં તેના ફેસબુક પોતાના વિરુદ્ધ પોસ્ટ જોઇને આવેગમાં આવી તે 'હવેથી આવી વસ્તુઓથી તુ દૂર રહે તે માટે' તેમ કહી લેપટોપ પર ગોળીબાર ઝીંકે છે.
મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનકટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.જુઓ વીડિયો