હમઝાની ધરપકડ, શું કહે છે પાકિસ્તાની મીડિયા?

પાકિસ્તાની મીડિયાએ મુંબઇમાં 26/11ના આતંકવાદી હુમલાના સંદર્ભે અબુ ઝિંદાલ હમઝા ઉર્ફની ધરપકડને ખાસ ભાર આપ્યો નથી. આ મામલામાં તેમનું વલણ ભારતીય મીડિયાથી બિલ્કુલ અલગ જ જોવા મળે છે.પાકિસ્તાનના ઘણાં સમાચાર પત્રોએ હમઝાની પાસે પાકિસ્તાની પાસપોર્ટ હોવા છતાં સાઉદી અરેબિયા દ્વારા તેને ભારત મોકલવાને લઇને નવી દિલ્લી ડેટલાઇનથી એએફપીના સમાચારોને પ્રકાશિત કર્યા છે.
આ અંગે ઝિયો ટીવીની રિપોર્ટમાં ભારતીય મીડિયાને ઉદ્ધુત કરતા કહેવામાં આવ્યું છે કે દિલ્લી પોલીસની વિશેષ ટીમે અહીંના ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી તેની ધરપકડ કરી.
આ અંગે પોલીસ સુત્રોનો હવાલો આપતા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે આ વ્યક્તિએ 26/11ના આતંકવાદીઓને સહાયતા આપી હતી. તેના સંબંધમાં ઇન્ડિયન મુઝાહિદીન અને લશ્કરે-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનો સાથે તેની સાંઠગાંઠ હોવાની વાત પણ કહેવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર ભારતીય મીડિયાએ દાવો કર્યો છે કે વર્ષ 2006થી જ તે ભાગેડુ હમઝા પાકિસ્તાનમાં જ હતો.'ડેઇલી ટાઇમ્સ', 'ધ નેશન' ધ ન્યૂઝ અને 'ડોન'એ પણ એએફપીની રિપોર્ટને પ્રકાશિત કરી છે.






