ઘરમાં કામ કરતી વખતે આકસ્મિક રીતે ખીલી માથામાં ઘૂસી ગઇ હતી.
શિકાગોમાં 32 વર્ષના દાન્તે ઓટુલો નામના વ્યક્તિએ મશીન ટૂલ્સની ગન પોતાના માથા પર ઘસતા આકસ્મિક રીતે સાડા ત્રણ ઇંચની એક ખીલી છુટી હતી. આ ઘટનાથી અજાણ તેણે તેના ફીયાન્સેને પોતાનું માથુ ચેક કરવા કહ્યું હતું અને પૂછ્યું હતું કે ત્યાં લોહી તો નથી ને. તેના જવાબમાં ફીયાન્સેએ કહ્યું હતું કે બધું બરાબર છે કેમ કે તેને ફક્ત નાનો જખમ જ દેખાયો હતો.
દાન્તેને માથામાં ખીલી છે તેવી ખબર પડી તે પહેલાના 24 કલાક સુધી તે કામ કરતો રહ્યો અને પરીવાર સાથે વાતચીત પણ કરી.
અંતે ખબર પડી
આ ઘટના પછીના દીવસે જ્યારે દાન્તે બપોરે ટૂંકી ઉંઘમાંથી ઉઠ્યો ત્યારે તેને માથામાં ભારે લાગ્યું. તેમને નજીકની હોસ્પિટલમાં લઇ જવાયા, જ્યાં તેમના માથાનું સ્કેન થયું. જ્યાં આ જાદુ જોઇને બધા આવાક રહી ગયા.
ખીલી મગજના એ ભાગની અંદર પહોંચી નહતી જ્યાંથી દીમાગનું સંચાલન થાય છે, તેથી દાન્તે ઇજા પછી પણ તેની પ્રવૃત્તિઓ કરવા સક્ષમ હતો.
દાન્તે પર ચાર કલાકની સફળ સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરોએ ખીલી કાઢી અને ખોપડીના તેટલા ભાગને ટાઇટેનિયમ અને મેશ પ્લેટથી પુરી દીધી છે. દાન્તે હવે ઠીક છે.