ગુજરાતના લીમડીના વતની અને સોલો-પ્રેક્ટિસ એટર્ની વિવેક બાવડા આ વર્ષે યોજાનારી ચૂંટણીમાં યુએસ કોંગ્રેસના સભ્ય બનવા માટે ઉમેદવારી નોંધાવી છે. તાજેતરમાં નોર્થ વેસ્ટ શિકાગો સબર્બના શોમબર્ગ ખાતે આવેલ ઇન્ડિયા હાઉસ રેસ્ટોરન્ટમાં તેમણે યુએસ કોંગ્રેસ (ડિસ્ટ્રિક્ટ ૧૦)થી ચૂંટણી લડી રહ્યા હોવાની જાહેરાત કરવા સાથે એક ભવ્ય ફંડરેઝરનું આયોજન કર્યું હતું. જેમાં ભારતીય સમુદાયના ૧૦૦ જેટલા સભ્યોએ હાજરી આપી હતી અને બાવડાની વિશ્વસનીયતાને લઇને તેઓએ સહકાર આપવા જણાવ્યું હતું.
-રાજકારણના મુખ્ય પ્રવાહમાં ભારતીય અમેરિકનો સક્રિય બને
-બાવડાની વિશ્વસનીયતાને લઇને તેઓએ સહકાર આપવા ભારતીય સમુદાયને આહ્વાન
બાવડાએ કરેલા સંબોધનમાં જણાવ્યું હતું કે મારા અન્ય પ્રાથમિક હરીફોથી હટીને હું વ્યવહારિક, ચોક્કસ અને નવીન વિચારો ધરાવું છું જેની હકારાત્મક અસર જિલ્લાના અને દેશના શિક્ષણથી લઇને આર્થિક સુધારા અને સ્વાસ્થ્ય સંભાળ ક્ષેત્રે જશે. અમેરિકાના શિક્ષક સાથે અગાઉ કામગીરી બજાવી ચૂકેલા બાવડાએ કહ્યું કે જો આપણે ઇચ્છીએ કે આપણા બાળકો સારું પરિણામ લાવે તો આપણે શિક્ષણને યોગ્ય કસોટીઓની રચના કરવી પડશે.
અમારા અખબાર સાથેની વાતચીતમાં બાવડાએ કહ્યું કે જો ભારતીય અમેરિકનો ઇચ્છે કે પોતાની પસંદગીના ઉમેદવારો ચૂંટાઇ આવે અને તેમનો અવાજ યોગ્ય જગ્યા સુધી પહોંચે તો તેમણે રાજકારણના મુખ્ય પ્રવાહમાં સક્રિય થવું પડશે. મહત્વની વાત એ છે કે વધુ ને વધુ ભારતીયો યોગ્ય ઉમેદવાર માટે મતદાન કરવા આગળ આવે. હું ઇચ્છું છું કે આપણા સમુદાયના સભ્યો મતદાન માટે આગળ આવે.
ભારત અમેરિકાના સંબંધોનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે બંને દેશો ત્રાસવાદની સમસ્યાને વાચા આપવા અને વધુ આર્થિક સહકાર વધે તે માટે તે પ્રયાસ કરશે. તેમણે વધુમાં કહ્યું કે અણુ સંધિનું સંપૂર્ણપણે અમલ થાય તે દિશામાં પણ જોશે અને તે બંને દેશોના હીતમાં હશે.
આઉટસોર્સિંગની સમસ્યા ઘણા અમેરિકી રાજકારણીઓને થકવી રહી છે તે અંગે તેમણે એવું અનુમાન કર્યું કે આઉટસોર્સિંગ નાબુદ થઇ શકે નહીં જો કે આવું કોઇ એટલા માટે કરે છે કારણ કે શ્રમ બચાવતા ઉપકરણો થકી કોર્પોરેશનો ખર્ચ બચાવવા માગે છે અને તે ટેક્નોલોજીમાં સુધાર અથવા આઉટસોર્સિંગથી જે તે કામ કરવાથી જ શક્ય બને છે.
જોકે કોર્પોરેશનોના ધ્યાન પર આવ્યું છે કે ભારત જેવા દેશોમાં વૈશ્વિક માગના લીધે ટેકિનકલ શ્રમના ભાવ વધુ છે અને આજ સમયે અત્યારે અર્થતંત્રને પૂર્વ સ્થિતિએ પરત લઇ જવાના વલણને લઇને અહીં દામ નીચે જઇ રહ્યા છે. બચતની ખાઇ ઘટી રહી છે. તેમણે ઉમેર્યું કે લાંબાગાળાએ આ દેશમાં શિક્ષણની પદ્ધતિમાં ફેરફાર કરવો પડશે અને ટેકિનકલ અને ટેક્નોલોજીકલ કૌશલ્યને વિકસાવવું પડશે. ઓહાયોના કોલમ્બસમાં જન્મેલા બાવડા ભારતના ગુજરાતના લીંબડી શહેરથી આવેલા ઈમિગ્રન્ટ માતા-પિતાના પુત્ર છે. તેમનો પરિવાર મન્ડેલિન ખાતે આવ્યો જ્યાં તેમણે હોથોર્ન સ્કુલ અને લીબર્ટીવીલે હાઇસ્કૂલમાં દાખલો લીધો. ત્યારબાદ નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી તેમણે પોલિટિકસ સાયન્સ એન્ડ ઇકોનોમિકસમાં બેચલર ઓફ આર્ટ્સની પદવી પ્રાપ્ત કરી. નોર્થવેસ્ટર્ન ખાતે તેઓ હતા તે દરમિયાન ફેડરલ રીઝર્વ બેંક ઓફ શિકાગોમાં તેમને નિયુકત કરવામાં આવ્યા.
ત્યારબાદ તેમણે સીએના ઓકલેન્ડમાં ઓલ એક પબ્લિક ફાઇનાન્સ કન્સલ્ટિંગ ફર્મ મુનીફાયનેન્સિયલમાં કામગીરી પણ બજાવી હતી. ડેમોક્રેટિક રાજકારણ અને ઇવેન્ટો માટે વોલન્ટીયર કરવાનો બાવડા લાંબો ઈતિહાસ ધરાવે છે. ઉપરાંત તેમણે શિકાગોમાં યુએસ સેનેટર બરાક ઓબામા માટે ઇન્ટર્નશિપ પણ પૂરી કરી છે. હાલમાં તેઓ એટર્ન છે અને જહોન માર્શલ લો સ્કૂલમાંથી જેડી ધરાવે છે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.