દુનિયામાં ભારતીયો વિરુદ્ધ અપરાધો ચાલુ જ છે જેનો તાજેતરનો દાખલો લંડનમાં જોવા મળ્યો હતો. ન્યૂ હેમ્પશાયરમાં ભારતીય વિદ્યાર્થી પ્રવીણ રેડ્ડી શુક્રવારે જન્મદિવસ ઉજવતો હતો ત્યારે તેના પર કેટલાક અજાણ્યા લોકોએ ચપ્પુથી હુમલો કરતા તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. સ્કોટલેન્ડ પોલીસે આ કેસની તપાસ દરમિયાન ૧૧ વ્યક્તિની ધરપકડ કરી છે. આ વંશીય હુમલો છે કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાની જાણ થતા પ્રવીણનાં માતા-પિતાએ તાત્કાલિક લંડન પહોંચવા ઝડપથી વિઝા આપવાની માગણી કરી હતી. વિદેશમંત્રી એસ.એમ.ક્રિશ્નાએ રેડ્ડીના પિતા સાથે વાત કરી તેમને મદદનો વિશ્વાસ અપાવ્યો છે.
સિંગાપોરમાં પણ એક ભારતીયની હત્યા સિંગાપોર : સિંગાપોરમાં ફ્લાય ઓવર નજીક એક ભારતીય નાગરિકની હત્યા કરવામાં આવી છે. મૃતક તામિલનાડુના તિરુચિરાપલ્લીનો રાજુ અરિવાજાગણ હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા છ વર્ષ તે અહીં કન્સ્ટ્રકશનનું કામ કરતો હતો. ગત મંગળવારે રાજુ હિન્દુ મહોત્સવમાં ભાગ લેવા ગયો ત્યારથી લાપતા થઈ ગયો હતો.