Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Latest News >> International
 

ભારતીયોને અમેરિકન વર્ક વિઝા નકારવાનું વધ્યું પ્રમાણ

 
Source: Agency, Washington   |   Last Updated 1:26 PM [IST](11/02/2012)
 
 
 
 
 

-અમેરિકન એજન્સીએ જ રજુ કરેલા યુએસસીઆઈએસના આંકડાનું વિશ્લેષણ

અમેરિકન થિંક ટેન્ક નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી(એનએફએપી)એ તેના તાજેતરના અહેવાલમાં શુક્રવારે કહ્યું છે કે અમેરિકન સત્તાધિકારીઓ છેલ્લાં ચાર વર્ષથી વર્કવિઝા સતત નકારી રહ્યા છે અને ભારત જેવા દેશના પ્રોફેશનલ્સને અન્ય દેશોની સરખામણીમાં વધુ સંખ્યામાં વિઝા નકારવામાં આવી રહ્યા છે.

-અમેરિકન એજન્સીએ જ રજુ કરેલા યુએસસીઆઈએસના આંકડાનું વિશ્લેષણ
-૧બી પિટિશન નકારવાનું વલણ ૨૦૦૮થી વધારી દીધું
-ભારત જેવા દેશના પ્રોફેશનલ્સને અન્ય દેશોની સરખામણીમાં વધુ સંખ્યામાં વિઝા નકારવામાં આવી રહ્યા છે


યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીઝ(યુએસસીઆઈએસ) તરફથી મળેલા નવા ડેટાને આધારે થયેલા વિશ્લેષણ મુજબ એજન્સીએ એલ-૧ અને એચ-૧બી પિટિશન નકારવાનું વલણ ૨૦૦૮થી વધારી દીધું છે. તેને કારણે અમેરિકાની કંપનીઓને આઉટસોર્સિંગમાં અવરોધ નડી રહ્યો છે અને તેને કારણે તેમની સ્પર્ધાત્મકતા ઘટી રહી છે. ‘ડેટા રિવિલ હાઈ ડિનાયલ રેટ્સ ફોર એલ-૧ એન્ડ એચ-૧ પિટિશન્સ એટ યુએસસીઆઈએસ’ નામના આ અહેવાલમાં એવો સંકેત મળ્યો છે કે મોટાભાગના વિઝા નકારવાની ઘટના ભારતીય પ્રોફેશનલ્સ અને રિસર્ચર્સના કિસ્સામાં જ બની રહી છે.

ભારતીય મૂળના અરજદારોને એલ-૧બી વિઝા નકારવાનું પ્રમાણ ૨૦૦૮માં ૨.૮ ટકા હતું, જે ૨૦૦૯માં ૨૨.૫ ટકા થઈ ગયું હતું. આ પ્રકારના વલણને કારણે અમેરિકામાં આવવા માગતા પરંતુ વિઝા નકારાયા હોય તેવા વિશેષ જ્ઞાન ધરાવતા પ્રોફેશનલ્સની સંખ્યામાં બાવીસ ટકાનો વધારો થઈ ગયો છે, જે ૨૦૦૮માં ૭ ટકા જેવો હતો.

તમારો મત 

સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.

 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.