સરબજીત પર પણ ખતરો, તેને પણ શું મારી નંખાશે?
જાસૂસીનાં આરોપ હેઠળ પાકિસ્તાનમાં પાંચ વર્ષની સજા કાપી રહેલા ભારતીય કેદી ચમેલ સિંઘને પાકિસ્તાનમાં મારી-મારીને હત્યા કરી દેવામાં આવી છે. સિંઘ પોતાની પાંચ વર્ષની સજા પૂરી કરવામાં જ હતો ત્યારે જ આ ઘટના બનતા ફરી એક વખત ભારત-પાક.નાં સબંધો તંગ બની જાય તેવી શક્યતા છે. અહેવાલો પ્રમાણે સિંઘને પાકિસ્તાનની કુખ્યાત કોટ લખપત જેલમાં પાક. પોલીસ દ્વારા અત્યંત ઘાતકી રીતે ફટાકારવામાં આવ્યા હતાં. જે સહન ન થતાં સિંઘે આખરે દમ તોડ્યો હતો. (તસવીરમાં ચમેલ સિંઘ અને તેમના પત્ની)
મીડિયા રીપોર્ટે પાકિસ્તાની વકિલ તેહસીન ખાનને ટાંકીને આ સનસનીખેજ સમાચાર જાહેર કર્યા છે. કારણ કે, તેહસીન ખઆન હાલમાં જ લાહોરની કુખ્યાત કોટ લખપત જેલમાંથી છૂટીને બહાર આવ્યા છે, જ્યાં ચમેલ સિંઘને પૂરાયા હતાં. આ જ જેલમાં સરબજીત સિંઘને કેદ કરવામાં આવ્યા છે.
આગળ વાંચો, આખરે શું કારણ હતું કે ચમેલ સિંઘ પોતાનાં કપડાં ન ધોઇ શક્યા, શું બન્યું હતું 15 જાન્યુઆરીએ અને પાકિસ્તાની પોલીસે ભારતીયોને શા માટે ગાળો ભાંડી....