બ્રિટનમાં ૫૦,૦૦૦ પાઉન્ડની કિંમતના કેફીપદાર્થ(હેરોઇન)ની હેરાફેરી કરવામાં દોષિત ઠરેલી ભારતીય મૂળની યુવતી દીપિકા ઉમરતિયાને જેલમાં ધકેલી દેવામાં આવી છે. દીપિકાએ બિમઁહામથી લેસ્ટર ફોરેસ્ટ ઇસ્ટ સુધીના પ્રવાસ દરમિયાન અનાજના ડબામાં ડ્રગ છુપાવ્યું હતું.
લેસ્ટર ફોરેસ્ટમાં તે સહઆરોપી સ્ટીફન સિમોન અને ઇઝર્થ કવૈલીને મળી હતી. લેસ્ટર ક્રાઉન કોર્ટના જણાવ્યા અનુસાર લેસ્ટરમાં ભેગા થયા બાદ ત્રણેય જણાં ઇર્લ શિલ્ટોનમાં એક ફ્લેટમાં ડ્રગ મૂકર્યું હતું અને ત્યાંથી તેનું વેચાણ કર્યું હતું. સિમોને ગુનાનો ઇનકાર કર્યો હતો, પણ દોષિત સાબિત થતાં તેને ૧૦ વર્ષની સજા થઇ છે. કવૈલીને સાત વર્ષની અને દીપિકાને ત્રણ વર્ષની સજા ફટકારાઇ છે.
અદાલતે સજા ફટકારતી વખતે જણાવ્યું હતું કે ગત વર્ષે મે મહિનામાં દીપિકાએ હેરોઇન ભરેલો અનાજનો ડબો સિમોન અને કવૈલીને આપતાં દેખી ગયા બાદ પોલીસે ત્રણેયની ધરપકડ કરી હતી.આ ડબામાં ૫૦૦ ગ્રામ હેરોઇન હતું.