ભારતીય મૂળના અમેરિકન ઉદ્યોગપતિ વિક્રમ દત્તને 20 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. તેના પર આરોપ હતો કે તેણે પોતાના બિઝનેસનો ઉપયોગ મેક્સિકોમાં નશીલી દવાઓનો બિઝનેસ કરનારા લોકોના કરોડો ડોલરના કાળા નાણાંને સફેદ કરવા માટે કર્યો હતો.
ગત વર્ષે સપ્ટેમ્બરમાં દત્તને દોષિત ઠેરવાયા હતા અને હવે મેનહટન અદાલતે તેને આ સજા ફટકારી. સરકારી વકીલ પ્રિત ભરારાએ કહ્યું કે દત્તે પોતાના અત્તરના બિઝનેસનો ઉપયોગ નશીલી દવાના ઉત્પાદકોના નાણાંની દુર્ગંધ દૂર કરવા માટે કર્યો હતો હવે તે પોતાના ગુનાની ભારે કિંમત ચૂકવશે.
તેણે કહ્યું કે આ સજા એવા લોકોને ફરીવાર વિચાર કરવા માટે મજબૂર કરી દેશે કે જે નશીલી દવાઓનો ઉદ્યોગ ચલાવતા લોકો સાથે કામ કરી રહ્યા હોય.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.