ભારતીય સેનાએ વર્ષ 2017 સુધીમાં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થવાની સંભાવના વ્યક્ત કરી છે. ભારતીય સેનાની સિક્રેટ એક્સર્સાઈઝ જેને ડિવાઈન મેટ્રિક્સ કહેવામાં આવે છે તેણે ચીન સાથે યુદ્ધ થવાનું આ અનુમાન લગાવ્યું છે.
ભારતીય સેનાના અધિકારીના હવાલેથી આવેલા આ મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દક્ષિણ એશિયામાં પોતે એકમાત્ર તાકાત છે તે સાબિત કરવા માટે ચીન ભારત પર હુમલો કરી શકે છે. ભારતીય સેના દ્વારા કરવામાં આવેલ આકલનમાં કહેવામાં આવ્યું છે કે આ ન્યુક્લિયર યુદ્ધ નહિ હોય પરંતુ ચીન ઈનફર્મેશન વારફેરના સહારે ભારતને હરાવવાની વેતરણમાં છે.
આ પહેલા જ 2009માં પેંટાગન તરફથી જાહેર કરવામાં આવેલ એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ચીન એવા ઉપકરણો અને હથિયારો વિકસાવી રહ્યું છે જે દક્ષિણ એશિયાના દેશોની નૌસેના અને વાયુસેનાને તેમની આગળ વામન બનાવી દેશે.
ચીન ભારતન અને અમેરિકા વચ્ચેના સુધરી રહેલા સબંધોના કારણે ચિંતિત છે. ખાસ કરીને ભારત અને અમેરિકા વચ્ચે થયેલ પરમાણું કરારને લઈને તે પરેશાન છે. ઉલ્લેખનીય છે કે 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં ચીનને જીત મળી હતી.