-પ્રિત ભરારાએ ખાસ કરીને ઈનસાઈડર ટ્રેડીંગ સામે અભિયાન છેડ્યું હતું
-ગુરુવારે પ્રસિધ્ધ થયેલા ‘ટાઈમ’ મેગેઝિનના લેટેસ્ટ અંકમાં પ્રિત ભરારાની તસવીર
-ન્યૂ યોર્કના સાઉધર્ન ડિસ્ટ્રીક્ટના એટર્ની તથા પંજાબના ફિરોઝપુરમાં જન્મેલા પ્રિત ભરારા ભ્રષ્ટાચારના અનેક હાઈપ્રોફાઈલ કેસો લડી ચૂક્યા
-શીખ પિતા અને હિન્દુ માતાના 43 વર્ષીય પુત્ર ભરારાનો ઉછેર ન્યૂ જર્સીમાં થયેલો છે
-અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ યુએસ એટર્ની પદે તેમની નિમણૂંક કરી હતી
અમેરિકામાં ભારતીય મૂળના એટર્ની પ્રિત ભરારાને આ વખતે પ્રતિષ્ઠિત ‘ટાઈમ’ મેગેઝિનના કવર પેજ પર સ્થાન આપવામાં આવ્યું છે. વૉલસ્ટ્રીટમાં વ્યાપ ભ્રષ્ટાચાર અને ગેરરીતિઓ સામે રીતસરનો જંગ છેડનાર ભરારાના કામને બિરદાવતા તેમને કવરપેજ પર સ્થાન આપવામાં આવ્યું છે. પ્રિત ભરારાએ ખાસ કરીને ઈનસાઈડર ટ્રેડીંગ સામે અભિયાન છેડ્યું હતું.
મેગેઝિને કવરપેજ પર પ્રિત ભરારાની ઓળખ ‘આ વ્યક્તિ વૉલસ્ટ્રીટને હચમચાવી રહી છે’ (ધીસ મેન ઈઝ બસ્ટીંગ વૉલસ્ટ્રીટ) એ રીતે આપી છે. ગુરુવારે પ્રસિધ્ધ થયેલા ‘ટાઈમ’ મેગેઝિનના લેટેસ્ટ અંકમાં પ્રિત ભરારાની તસવીર મૂકવામાં આવી છે. આ અંક બહાર પડ્યો ત્યારે અમેરિકી ટેક્સ વસુલવા માટે સૌથી જૂની સ્વિસ બેન્ક સામે પગલાં ભરવાની જાહેરાત કરી હતી. હાલ ન્યૂ યોર્કના સાઉધર્ન ડિસ્ટ્રીક્ટના એટર્ની તથા પંજાબના ફિરોઝપુરમાં જન્મેલા પ્રિત ભરારા ભ્રષ્ટાચારના અનેક હાઈપ્રોફાઈલ કેસો લડી ચૂક્યા છે. જેમાં ગોલ્ડમેન સાક્સના ભૂતપૂર્વ વડા રજત ગુપ્તાની ઈનસાઈડર ટ્રેડિંગમાં સંડોવણીનો કેસ પણ સામેલ છે. શીખ પિતા અને હિન્દુ માતાના 43 વર્ષીય પુત્ર ભરારાનો ઉછેર ન્યૂ જર્સીમાં થયેલો છે. તેમણે 1990માં હાર્વડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. અમેરિકાના પ્રમુખ બરાક ઓબામાએ યુએસ એટર્ની પદે તેમની નિમણૂંક કરી હતી. અગાઉ તેઓ સંખ્યાબંધ ક્રિમિનલ અને સિવિલ કેસો લડી ચૂક્યા હતા. જેમાં આંતરરાષ્ટ્રીય આતંકવાદ, નાણાંકીય કૌભાંડોના કેસો પણ સામેલ છે. તેઓ ઓબામા સરકારના આતંકવાદના અનેક કેસો પણ લડ્યા હતા.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.