અમેરિકાના એક પ્રતિષ્ઠિત નિષ્ણાંતે મહત્વપૂર્ણ હિંદ મહાસાગરમાં ચીનનો વધી રહેલો પ્રભાવ, ચીનની સૈન્ય ક્ષમતાને અંકુશમાં રાખવા માટે તેમજ તેના પ્રભાવને ઓછો કરવા માટે ઓબામા સરકારને એવી વિનંતી કરી છે કે તે ચીન પર અંકુશ રાખવા માટે ભારત સાથે હાથ મિલાવે.
હેરિટેઝ ફાઉન્ડેશનના દેન ચેંગનું માનવું છે કે હિંદ મહાસાગર ચીનની વધી રહેલા આર્થિક અને સુરક્ષાના હિતો માટે સતત મહત્વપૂર્ણ બની રહ્યો છે. ચેંગે જણાવ્યું હતું કે ચીન પોતાની ચર્ચિત સ્ટ્રિંગ ઓફ પર્લ્સની નીતિ દ્વારા ભારત તેમજ પાડોશી દેશોને મિત્ર બનાવીને તેને ઠેકાણે પાડવાની કોશિશ કરી રહ્યું છે.
ચેંગે જણાવ્યું હતું કે ચીન પોતાની આ નીતિ દ્વારા બે કામ પાર પાડી રહ્યું છે. એક બાજુ તે આર્થિક અને સૈન્યના હિતોની સુરક્ષા કરી રહ્યું છે જ્યારે બીજી તરફ આગળ વધી રહેલા ભારતને અંકુશમાં રાખી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે આ ક્ષેત્રમાં ચીનના સતત વધી રહેલા પ્રભાવને જોઈને એ જરૂરી બની ગયું છે કે અમેરિકા હિંદ મહાસાગરમાં પાછળ ન રહે તેમજ આ વિસ્તારમાં પોતાની હાજરીમાં સતત વધારો કરે.
ચેંગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં ચીનના આયોજકોએ હિંદ મહાસાગરમાં ચીનના હિતો પર ધ્યાન આપવું પડશે. ચેંગે જણાવ્યું હતું કે એક રીતે જોઈએ તો ચીન પોતાની આર્થિક સમૃદ્ધિ જાળવી રાખવા માટે સમુદ્રી માર્ગ પર આધાર રાખી રહ્યું છે. વર્ષ 2010માં ચીને આશરે પોતાના દ્વારા વાપરમાં આવતા બળતણનો 50 ટકા જથ્થો આયાત કર્યો હતો. ચીનની રાષ્ટ્રપતિ હૂ જિન્તાઓએ પહેલા જ મકલ્ક ઝલડમરુ મધ્યને લઈને પોતાની ચિંતા જાહેર કરી છે.