R 60 હજાર કરોડ ખર્ચશે ભારત - india to spend large sum on border infrastructure - www.divyabhaskar.co.in" /> ચીન-પાક. સરહદો પર <span class="r_smb">R</span> 60 હજાર કરોડ ખર્ચશે ભારત - india to spend large sum on border infrastructure - www.divyabhaskar.co.in
  Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Special
 

ચીન-પાક. સરહદો પર R 60 હજાર કરોડ ખર્ચશે ભારત

 
Source: Agency, New Delhi   |   Last Updated 11:41 AM [IST](13/12/2011)
 
 
 
 
 

ચીન અને પાકિસ્તાન ભારતના પાડોશી દેશો છે. સાથે જ બંને દેશો પરમાણુ હથિયાર ધરાવે છે. ત્યારે બંને દેશોથી સરહદની સુરક્ષા કરવી ભારતની પ્રાથમિકતા બની ગઈ છે. જો કે, બંને દેશો સાથેની સરહદને સુરક્ષિત કરવી એટલી સસ્તી નહીં હોય. અબજો ડોલરનો ખર્ચ કરવા છતાં હજૂ વધુ ખર્ચ કરવો પડે તેમ છે.


-ચીન-પાક. સરહદો પર R 60 હજાર કરોડ ખર્ચશે ભારત
-સંરક્ષણ પ્રધાનનું એલાન
-બંને દેશો ધરાવે છે અણુ ક્ષમતા


બંને દેશો સાથેની સીમાને સુરક્ષિત કરવા માટે આગામી પાંચ વર્ષ દરમિયાન રૂપિયા સાંઈઠ હજાર કરોડનો ખર્ચ કરવામાં આવશે. સંરક્ષણ મંત્રાલયના અંદાજ પ્રમાણે, વર્ષ 2012-2017 દરમિયાન અનુમાનિત રકમ પર નજર કરીએ તો આ રકમ R 5,20,000 કરોડ સુધી પહોંચી શકે છે.


સંરક્ષણ વિભાગના પ્રધાન એ કે. એન્ટનીએ સોમવારે સેનાના માળખાકીય ખર્ચ પર થઈ રહેલા ખર્ચનું વિવરણ આપ્યું હતું. જેમાં લડાકૂ વિમાનો માટે નવા એરબેઝ, હેલિપેડ તૈયાર કરવા અને બંકર બાંધવા જેવી કામગીરીનો સમાવેશ થાય છે. ચીન અને પાકિસ્તાનના તરફથી ઊભા થઈ રહેલા પડકારોના કારણે આમ કરવું જરૂરી બની ગયું છે. લોકસભામાં મિલ્ટ્રિ એન્જિનિયરિંગ સર્વિસિઝને લગતા સવાલોના જવાબ આપતા કહ્યું હતું કે, વાયુદળના મૂળભૂત માળખામાં સુધારો કરવા માટે 1753 કરોડ ખર્ચવામાં આવશે. જ્યારે ભૂમિદળના માળખામાં સુધારો કરવા માટે 7,374 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.


તમારો મત


શું તમને લાગે છે કે, ભારતે બંને મોરચા પર ધ્યાન આપવાની જરૂર છે. શું ભારત બંને દુશ્મનોને પહોંચી વળવા સક્ષમ છે ? તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.




 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 4


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.