માલદીવમાં વધી રહેલા રાજકીય સંકટના પગલે ભારત દ્વારા ત્યાં ફસાયેલા નાગરિકોને સલામત બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી શકે છે. આ માટે વાયુદળનું એક વિમાન પણ તૈયાર રાખવા માટે આદેશ આપવામાં આવ્યા છે. ઉપરાંત જરૂર પડ્યે ભારતે ત્યાંની સ્થિતિમાં સૈન્ય દરમિયાનગીરીની પણ તૈયારી રાખી છે.
માલદીવમાં ઈસ્લામિક કટ્ટરવાદીઓનું જોર વધી રહ્યું છે અને તેઓ ચીનની નજીક સરી રહ્યાં છે. આથી, ભારતે સમગ્ર પ્રકરણમાં રસ દાખવવાનું શરૂ કરી દીધું છે. આ માટે ઔપચારિક પ્લાન પણ તૈયાર કરી લેવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. માલદીવના પૂર્વ રાષ્ટ્રપતિ નાશીદની સામે ધરપકડનું વોરન્ટ કાઢવામાં આવ્યું છે. જેના પગલે તેમના સમર્થકોએ નાશિદના ઘરની ફરતે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી દીધી છે.
માલદીવના રસ્તાઓ પર નાશિદના સમર્થકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે. બીજી બાજુ, યુએનનું પ્રતિનિધિ મંડળ અહીં શાંતિ સ્થાપિત કરવા માટે પ્રયાસરત છે. બીજી બાજુ અમેરિકાએ વાહિદની નવી સરકારને મંજૂરી આપી દીધી છે અને અમેરિકાના સહાયક સચિવ રોબર્ટ બ્લેક માલદીવનો પ્રવાસ ખેડનારા છે. નાશીદના કહેવા પ્રમાણે, તેમને પદ છોડવા માટે મજબુર કરવામાં આવ્યા હતા.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.