અમેરિકાના રાષ્ટ્રપતિ ઓબામાએ વૈશ્વિક સમસ્યાઓના સમાધાન માટે ભારતને નિર્ણાયક ભાગીદારી માન્યું છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે 21મી સદીમાં અમેરિકા સાથેના વ્યાપારિક સંબંધોમાં ભારતની નિર્ણાયક ભાગીદારી હશે.
અમેરિકામાં દક્ષિણ અને મધ્ય એશિયાના સહાયક સચિવ રોબર્ટ બ્લેકે જણાવ્યું હતું કે ભારત સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. આ ઉપરાંત ભારત દુનિયાની સૌથી તેજીથી વધતી જતી અર્થવ્યવસ્થાનો સ્ત્રોત છે. વર્તમાનમાં નબળી પડતી જતી અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે અમેરિકાને ભારતના સાથની જરૂર છે.
બ્લેકે આ ઉપરાંત જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષોમાં ભારત અને અમેરિકાના સંબંધોમાં મોટા પાયે પરિવર્તન આવ્યું છે. આ સબંધો વધારે ગાઢ થવાની મોટી સંભાવના રહેલી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં ઓબામા અને વિદેશ મંત્રી હિલેરી ક્લિંટન ભારતની મુલાકાતે આવવાના છે. રાજકીય વિશ્લેષકો આ મુલાકાતને ખુબ જ મહત્વની માની રહ્યાં છે. આ મુલાકાત પરથી બન્ને દેશોની વિકાસની દિશા નક્કી થવાની સંભાવના છે.
*