ભારતે અમેરિકાને અણુ ઉર્જા વિભાગ અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા(ઇસરો) પરથી પ્રતિબંધ હટાવી દેવાની માંગ કરી છે.
વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી આનંદ શર્માએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાના ઘનિષ્ઠ સબંધો અને ભારત-અમેરિકા પરમાણુ કરારને ધ્યાનમાં લેવામાં આવે તો આ પ્રકારના પ્રતિબંધનો હવે કોઇ અર્થ રહેતો નથી.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ડીએઇ, ઇસરો અને અન્ય સંસ્થાઓ અમેરિકાની એજન્સીઓ સાથે સક્રીય ભાગદારી ધરાવે છે. તેમણે ભારપુર્વક જણાવ્યું હતું કે ડીએઇ અને ઇસરો જેવી સરકારી સંસ્થાઓ અમેરિકાની પ્રતિબંધિત યાદીમાંથી હટાવી દેવા જોઇએ.