વ્હાઈટ હાઉસ ઇમિગ્રેશન યોજનાનો મુસદ્દો તૈયાર કરી રહ્યું છે, જે મુજબ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેલા ૧.૧ કરોડ જેટલા ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને આઠ વર્ષના સમયગાળામાં જ કાયદેસર પરમેનન્ટ રેસિડેન્સી(પીઆર) મળી જશે. મીડિયામાં આ અંગે રવિવારે અહેવાલો પ્રસિદ્ધ થયા છે.
યુએસએ ટુડેના અહેવાલમાં જણાવાયું છે કે ઇમિગ્રેશન પ્લાનના મુસદ્દા મુજબ વિઝા અરજદારોએ તેઓ ગુનેગાર નથી તેવું સાબિત કરવાનું રહેશે, બાયોમેટ્રિક ઈન્ફર્મેશન રજુ કરવાની રહેશે અને નક્કી થનારી ફી ચૂકવવાની રહેશે. આ પ્લાન હેઠળ એકત્ર થનારા ફંડનો સરહદી સુરક્ષા વધારવા માટે ઉપયોગ કરવામાં આવશે.
વધુ અહેવાલ આગળ વાંચો...