બ્રિટન સુરક્ષા વિભાગના નિષ્ણાંતોના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે અહીની જેલોમાં બંધ આશરે 800 જેટલા મુસલમાન કેદીઓ જેલમાંથી છૂટ્યા બાદ મોટા આતંકવાદી હુમલાને અંજામ આપી શકે છે.
ડેઈલી એક્સપ્રેસની વેબસાઈટ પર જાહેર કરવામાં આવેલા રક્ષા નિષ્ણાંતોના રિપોર્ટમાં આવા ખતરા અંગે ચેતવણી આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી ચાર કે દસ વર્ષ દરમિયાન જેલમાંથી મુક્ત થનારા કેદીઓમાંથી આત્મઘાતી હુમલાખોરો અને જેહાદીઓ પર નજર રાખવી સુરક્ષા એજન્સીઓ માટે એક પડકાર બની શકે છે.
રોયલ યૂનાઈટેડ સર્વિસિઝ ઈસ્ટિટ્યૂટ સ્ટડીએ શુક્રવારે આ રિપોર્ટ જાહેર કર્યો હતો. રિપોર્ટમાં એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કે જેલમાંથી છૂટ્યા બાદ કેદીઓ આતંકવાદી સંગઠન અલકાયદા સાથે જોડાઈને 9/11 અથવા લંડનના 7/7 જેવો હુમલો ફરીથી કરી શકે છે.
રિપોર્ટમાં ચેતવણી આપતા કહેવામાં આવ્યું છે કે, ‘કદાચ લગભગ 800 જેટલા હિંસક તત્વો જો પહેલા આતંકવાદ જેવા આરોપ માટે દોષિત નથી રહ્યા તેઓ આગામી પાંચ કે 10 વર્ષની અંદર સામાન્ય લોકોની વચ્ચે પહોંચી જશે.’ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આમાંથી અમુક લોકોની તાજેતરમાં જ આતંકવાદ નિરોધી અભિયાન અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. જેમાંથી જેમની ઉપર ગંભીર આરોપ નથી તે લોકોને બહુ ઝડપથી છોડી મૂકવામાં આવશે.