ફ્લોરિડાના એક ચર્ચ દ્વારા કુરાનને સળગાવવાની યોજનાને અમેરિકાના વિદેશમંત્રી હિલેરી ક્લિન્ટને ‘અપમાનજનક’ અને ‘શરમજનક’ ગણાવી છે. મંગળવારે વિદેશ વિભાગ દ્વારા આયોજિત ઈફ્તાર પાર્ટીમાં હાજર રહેનાર મહેમાનોને હિલેરીએ જણાવ્યું હતું કે, ફ્લોરિડામાં એક પાદરી દ્વારા 11 સપ્ટેમ્બરના રોજ કુરાન સળગાવવાના સમાચાર એવા સમયે આવી રહ્યા છે જ્યારે આપણે ભોજન અહીં સાથે મળ્યા છીએ.
આ પ્રસંગે મુસ્લિમ સમુદાયની ભારતીય મૂળની વિશેષ પ્રતિનિધિ ફરાહ પંડિત પણ હાજર હતી. ન્યૂયોર્ક પર થયેલા 9/11ના આતંકવાદી હુમલાની નવમી વરસી પર ફ્લોરિડાના એક ચર્ચ દ્વારા પ્રદર્શનની યોજનાની ટિકા કરતા ક્લિન્ટને જણાવ્યું હતું કે અમેરિકાના દરેક ધાર્મિક સમુદાયો અને ધર્મનિરપેક્ષ નેતાઓ દ્વારા એક અવાજમાં આ યોજનાની નિંદા કરવામાં આવી છે તેની હું પ્રશંસા કરું છું.
આ પહેલા અમેરિકાના ફ્લોરિડાના ગૈનસવિલે સ્થિત ડોવ વર્લ્ડ આઉટરીચ સેન્ટરના પાદરી ટેરી જોન્સે કહ્યું હતું કે તે કુરાન સળગાવવાના પોતાના નિર્ણય પર કાયમ છે. અમેરિકાના અધિકારીઓ અને દુનિયાભરના નેતાઓને એવી આશંકા છે કે આવા કાર્યથી મધ્ય પૂર્વમાં હિંસાની પ્રવૃતિ વધી શકે છે. જોન્સે વેબસાઈટ માઈફોક્સઓરલેન્ડો ડોટકોમ પર કહ્યું હતું કે મને લાગે છે કે અમેરિકાએ હવે જાગી જવું જોઈએ. આપણે ક્યાં સુધી કોઈના દબાણમાં રહીશું. ક્યાં સુધી કટ્ટરવાદીઓ અને આતંકવાદીઓ આપણા પર નિયંત્રણ રાખશે?
વિદેશ વિભાગના પ્રવક્તા પી જે ક્રાઉલે આ નિર્ણયને ગેર અમેરિકી કરાર આપ્યો હતો. તેમણે પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે દુનિયાના બધા મહાન ધર્મોનો આદર કરનાર અમેરિકન લોકોના બહુમાનનું પ્રતિનિધિત્વ નહીં કરવાને કારણે આ નિર્ણય દરેક રીતે ગેર-અમેરિકી છે.
આ પહેલા મંગળવારે ધાર્મિક નેતાઓના એક મોટા સમૂહે આ મુદ્દે વોશિંગ્ટમાં એટર્ની જરનલ એરિક હોલ્ડર સાથે મુલાકાત કરી હતી. મુસ્લિમ વકીલોના અધ્યક્ષ ફરહાન ખાને હોલ્ડર સાથે મુલાકાત બાદ કહ્યું હતું કે એટર્ની જનરલે ચર્ચમાં કુરાન સળગાવવાની યોજનાને મૂર્ખતાપૂર્ણ અને ખતરનાક ગણાવી છે.
ચર્ચના કુરાના સળગાવવાના આ નિર્ણયનો અનેક ધાર્મિક સંગઠનોએ વિરોધ કર્યો છે. નેશનલ એસોસિએશન ઓફ ઈન્વેગેલ્સિયાએ ફ્લોરિડાના ચર્ચને પોતાની યોજના રદ્દ કરવાનું કહ્યું છે તેની સાથે ચેતવણી પણ આપી છે કે આના કારણે દુનિયાભરમાં બંને ધર્મો વચ્ચે તનાવ પેદા થશે. આ વર્ષે ઈદ પણ 9/11ના રોજ હોવાથી અમેરિકામાં રહેતા મુસ્લિમો તહેવાર મનાવવાને લઈને ખૂબ ચિંતિત છે.