Advertisement
Home >> International News >> Latest News >> International >> Heavy Snow In United Kingdom

UKમાં બરફનું સામ્રાજ્યઃ વેલ્સમાં 10000 ઘરોમાં વીજળી ડૂલ

1 of 18 Photos

બ્રિટનમાં છેલ્લા ચોવીસ કલાકથી થઇ રહેલી હિમવર્ષાથી બ્રિસ્ટલ, કાર્ડિફ, જર્સી, ન્યુકેસલ, સાઉધમ્પ્ટન અને ગ્લાગસો એરપોર્ટ પર સેંકડો ફ્લાઇટો કેન્સલ કરવી પડી છે. એકલા હિથ્રો એરપોર્ટ પર જ 180 જેટલી ફ્લાઇટો કેન્સલ કરવી પડી છે. આ ઉપરાંત, હિમવર્ષાને લીધે કેટલાય ટ્રેનોના ટ્રેક તેમજ જમીનમાર્ગો બંધ કરવા પડ્યા છે. હિમવર્ષાને લીધે અકસ્માતો થતાં અમુક સ્થળે કિલોમીટરો લાંબો ટ્રાફિક પણ જામ થઇ ગયો છે. બ્રિટનની ડોર્સેટ કાઉન્ટીએ તો બરફની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે 2000 ટન મીઠું પણ ઓર્ડર કર્યું છે.

હિમ અને ઠંડીથી બ્રિટનભરમાં 2000થી વધુ સ્કૂલો બંધ થઇ ગઇ છે. કેટલાય સ્થળે પરિક્ષાઓ પણ રદ કરવી પડી છે. બરફને લીધે હજારો લોકો વીજળી વગરનાં થઇ ગયા છે. હિથ્રો એરપોર્ટ પર તો એક રનવે બંધ કરવો પડ્યો છે.

બરફવર્ષાથી સમગ્ર બ્રિટનમાં અરાજકતાનો માહોલ જામ્યો છે. કેટલાય સ્ટેશનો પર લોકો ટ્રેનોની રાહ જોતાં લાંબી લાઇનોમાં ઉભા છે. બ્રિસ્ટલ અને બ્રિજેન્ડ વચ્ચે ટ્રાફિક કાર અકસ્માતને લીધે બંધ થઇ ગયો છે. બ્રિટનનાં વેલ્સ, હેમ્પશાયર, વિલ્ટશાયર, ગ્લોસેસ્ટાયર, પશ્ચિમ સસેક્સ વગેરે જગ્યાએ સ્કૂલો બંધ કરી દેવાઇ છે. વેલ્સમાં 10,000 લોકો લાઇટ વગર જીવી રહ્યા છે. કારણ કે બરફે વીજળીની લાઇનોને ક્ષતિ પહોંચાડી હતી.

આગળ તસવીરોમાં જુઓ બ્રિટનનાં હાલ અત્યારે શું થયા છે?


Your Opinion
 
 
Code:
5 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment