ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં ખેબર પખ્તુનખ્વાના સ્વાવી જીલ્લામાં તહરીક-એ-ઈંસાફ પાર્ટીના અધ્યક્ષ અને પૂર્વ ક્રિકેટર ઈમરાન ખાનની રેલીમાં કોઈ અજાણ્યા હુમલાખોરોએ ભીડ પર બે ગ્રેનેડ ફેંક્યા. ગ્રેનેડ ફેંક્યા બાદ જબરદસ્ત ગોળીબારી થઈ. આ હુમલામાં 11 લોકો ઘાયલ થયાનું કહેવામાં આવી રહ્યું છે.
પોલીસનું કહેવું છે કે આ હુમલામાં પોલીસને નિશાન બનાવવામાં આવ્યા છે. પુરા વિસ્તારને સુરક્ષા કર્મીઓ દ્વારા ઘેરી લેવામાં આવ્યા છે અને તપાસનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
થયેલા હુમલામાં ઈમરાન ખાન પુરી રીતે સુરક્ષિત છે. ઉલ્લેખનિય છે કે, પાછલા થોડા મહિનામાં પાકિસ્તાનમાં ઈમરાન ખાનની લોકપ્રિયતા વધી રહી છે, જેના દ્વારા તેમના વિરોધીઓને આંચકો પહોંચ્યો છે.