-ચીની માર્કેટમાં 9 ટકા ભાગીદારી ઘટ્યા બાદ ગૂગલે આ નિર્ણય લીધો
-પ્રતિસ્પર્ધી બૈદૂની બજારમાં ભાગીદારી વધી 61 ટકા પર પહોંચી
અમેરિકી સર્ચ એન્જીન ગૂગલ ફરી એક વખત ચીનમાં પોતાની સેવા લઈને આવશે. ગૂગલે ચીનમાં લાયસન્સ માટે આવેદન આપ્યું છે તથા કંપનીએ ચીની સરકારની બધી શરતો માની લીધી છે. વાસ્તવમાં ચીની માર્કેટમાંથી 9 ટકા ભાગીદારી ઘટ્યા બાદ થાકી હારી ગૂગલે આ નિર્ણય લીધો છે.
સરકારી મીડિયાના અહેવાલો અનુસાર ગત વર્ષથી અત્યાર સુધી ગૂગલની ભાગીદારી ઓનલાઈન મેપ બજારમાં ઘટી 10 ટકાથી નીચે આવી ગઈ છે, તો સ્થાનિક પ્રતિસ્પર્ધી બૈદૂની બજારમાં ભાગીદારી વધી 61 ટકા પર પહોંચી છે. ડોમેસ્ટિક રિસર્ચ કંપની એનાલિસિસ ઈન્ટરનેશનલ અનુસાર ગૂગલ મેપનું સ્થાન બૈદૂ અને મેપબાર ડોટ કોમ બાદ ત્રીજા સ્થાને આવી ગયું છે.
એનાલિસિસ ઈન્ટરનેશનલના યાન જિયોજિયાએ કહ્યું કે ઓનલાઈન મેપિંગ સર્વિસ પ્રોવાઈડર્સ વેબસાઈટોની સંખ્યામાં વધારાથી ગૂગલના પ્રતિસ્પર્ધીઓને ફાયદો પહોંચ્યો છે. ચીનમાં આ પ્રકારની લગભગ 48 હજાર વેબસાઈટો છે અને ગત વર્ષના પ્રથમ ત્રિમાસિક સુધી 60 ટકા કંપનીઓ ગૂગલ મેપિંગ આંકડાઓનો ઉપયોગ કરતી હતી. ગૂગલે ગત વર્ષે ચીનમાં કંપનીઓ માટે નવા નિયમ અમલી બન્યા બાદ ત્યાનું લાયસન્સ છોડી દીધુ હતું.
તમારો મતઆ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.