
જંગલનો રાજા કહેવાતા સિંહ કે પછી બિલાડી કુળના જ ખતરનાક પ્રાણી વાઘને પાંજરામાં જોઇને પણ ધ્રુજારી છુટી જાય છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ચીનના હિલાંગ-જિઆંગ પ્રાંતમાં હરબિન ખાતે સાઇબેરિયન ટાઇગર ફોરેસ્ટ પાર્ક નામે વાઘનું એક જાયન્ટ પાર્ક બનાવવામાં આવ્યું છે. જ્યાં ૮૦૦થી વધુ સાઇબેરિયન વાઘ છે અને તેને વાઘનું બ્રિડિઁગ સેન્ટર પણ કહેવામાં આવે છે. ત્યાં ગાડીમાં બંધ મુલાકાતીઓને અનેક વાઘને નજીકથી જોવાનો અને તેમને ખોરાક આપવાનો અનેરો આનંદ મળે છે. આવા જ એક પ્રસંગમાં જ્યારે વાઘોના એક જૂથ તરફ ચિકન ફેંકવામાં આવી ત્યારે ચપળ વાઘે તેને આબાદ પકડી લીધી હતી. જે જોઇ ક્રિકેટના ગુડ કેચની યાદી આવી જતી હતી.
