જીનિવમાં મહાપ્રયોગ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકોએ જાહેરાત કરી છે કે તેમણે 'હિગ્સ બોસોન' કે 'ગોડ પાર્ટિકલ' જોવા મળ્યું છે. એવું માનવામાં આવે છે કે, આ એવું અદ્રશ્ય તત્વ છે કે, જે દરેક પરમાણુના દ્વવ્યમાનમાં જોવા મળશે. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કોઈપણ નિર્ણાયક નિષ્કર્ષ સુધી પહોંચવા માટે હજૂ કેટલોક સમય રાહ જોવી પડશે.
-વૈજ્ઞાનિકોએ જોયું GOD પાર્ટિકલ -ઉકેલાશે બ્રહ્યાંડના રહસ્યો -છતાં સફળતા અનિશ્ચિત -અબજો ડોલરનો ખર્ચ -આઠ હજાર વૈજ્ઞાનિક કાર્યરત
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષથી ફ્રાન્સ અને સ્વિત્ઝરલેન્ડની સીમા ઉપર 27 કિલોમીર લાંબી સૂરંગમાં સુક્ષ્મ કણોની વચ્ચે ટક્કર કરાવી અદ્રશ્ય તત્વી શોધ કરી રહ્યાં છે, જેને ગોડ પાર્ટિકલ કહેવામાં આવે છે. જેના આધાર પર સૃષ્ટિની રચના થઈ હોવાનું માનવામાં આવે છે. જો આ રહસ્યને ઉકેલવામાં વૈજ્ઞાનિકોને સફળતા મળશે તો અનેક રહસ્યો પરથી પડદો ઊંચકી શકાશે.
આ મહા પ્રયોગ પાછળ અબજો ડોલર ખર્ચવામાં આવ્યા છે. વિશ્વના લગભગ તમામ દેશોના વૈજ્ઞાનિક આ પ્રયોગ સાથે જોડાયેલા છે. આઠ હજાર વૈજ્ઞાનિક આ કામમાં લાગેલા છે. પ્રોજેક્ટ સાથે જોડાયેલા વૈજ્ઞાનિકના કહેવા પ્રમાણે, હાલ તેની આછી તસવીર જોવા મળી છે. જો કશું નોંધપાત્ર નહીં મળે તો નવેસરથી પ્રક્રિયા ચાલુ કરવી પડશે અને સમજને પણ બદલવી પડશે. મુખ્ય બે પ્રકારના કણો હોય છે સ્થિર અને અસ્થિર.
સ્થિર કણોમાં પ્રોટોનનો પણ સમાવેશ થાય છે. જે અબજો વર્ષ સુધી રહે છે. જ્યારે અસ્થિર પાર્ટિકલ ખૂબ જ ક્ષણભંગૂર હોય છે. પ્રયોગ દરમિયાન અનેક સૂક્ષ્મ કણો જોવા મળ્યા છે. આથી, વૈજ્ઞાનિકોને આશા છે કે, આ પ્રયોગ સફળ રહેશે.
તમારો મત
શું તમને લાગે છે કે, આ લેખ વાંચવાથી તમારા જ્ઞાનમાં વૃદ્ધિ થઈ. અન્ય કોઈ માહિતી તમારે અન્ય વાંચકો સાથે શેર કરવી હોય તો કરી શકો છો. તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.