જાણીતા વૈજ્ઞાનિક પ્રોફેસર સ્ટીફન હોકિન્સના મતે બ્રહ્માંડની રચના ભગવાને કરી નથી. હોકિન્સે પોતાના પુસ્તકમાં ધાર્મિક માન્યતાઓને ચેલેન્જ આપતા લખ્યું છે કે ભૌતિક વિજ્ઞાનના નિયમોને કારણે જ બિંગ બેંગ બ્રહ્માંડની રચના શક્ય બની છે.
પ્રોફેસર હોકિન્સે ‘ગ્રાન્ડ ડિઝાઈન’ પુસ્તકમાં લખ્યું છે કે બ્રહ્માંડના નિર્માણમાં ગ્રેવિટીના નિયમોનું મહત્વનું યોગદાન રહ્યું છે. સ્વતઃ નિર્માણને કારણે જ બ્રહ્માંડ અને આપણું અસ્તિત્વ છે. હોકિન્સે જણાવ્યું હતું કે એવી ધારણા સાવ ખોટી છે કે ભગવાને બ્લૂ છતરી પર પ્રકાશ કર્યો અને બ્રહ્માંડની રચના થઈ ગઈ. પુસ્તકના સહ લેખક લિયોનાર્ડ મ્લોડિનોવને 1992ની ઘટનાના આધાર પર મહાન વૈજ્ઞાનિક ન્યૂટનની એવી ધારણાને ખોટી હોવાનું જણાવ્યું છે જેમાં ન્યૂટને કહ્યું હતું કે શક્ય છે કે યૂનિવર્સની રચના ભગવાને કરી હોય.
પુસ્તકના જણાવ્યા પ્રમાણે બધા ગ્રહો સૂર્યની પરિભ્રમણા કરતા હોવાની વાત ગ્રહોની સ્થિતિ પ્રમાણે એક સંયોગ જ છે. પૃથ્વી અને સૂર્યની વચ્ચે ચોક્કસ અંતર હોવાને કારણે જ તેના પર જીવન શક્ય બન્યું છે. આ પહેલા 1988માં હોકિન્સે એક લેખ ‘એ બ્રીફ હિસ્ટ્રી ઓફ ટાઈમ’માં લખ્યું હતું કે જો આપણે બ્રહ્માંડની પાછળની બધી થિયરીઓ શોધી કાઢીએ તો આ મનુષ્યની એક મોટી જીત હશે. હોકિન્સે પોતાના પુસ્તકમાં એ વાતની સંભાવના વ્યક્ત કરી છે કે ધરતીની જેમ અન્ય ગ્રહો પર પણ જીવન શક્ય છે. તેમજ આપણા બ્રહ્માંડની જેમ અન્ય એક બ્રહ્માંડ પણ હોઈ શકે છે, જેને હોકિન્સે ‘સલ્ટીવર્સ’ નામ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાભરના ભૌતિક શાસ્ત્રીઓ એમ થિયરી કે જે ક્વોન્ટમ થિયરી સાથે જોડાયેલી છે તેના આધાર પર બ્રહ્માંડની રચના અંગે જાણકારી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે. હોકિન્સના જણાવ્યા પ્રમાણે આઈસ્ટાઈન એમ થિયરીને આધારે જ બ્રહ્માંડ અંગે જાણકારી મેળવી રહ્યા હતાં. તેમની થિયરીમાં પ્રકૃતિના મૂળભૂત કણો વિશે જે ધારણા કરવામાં આવી છે તેના આધારે કહી શકાય કે ફિઝિક્સના નિયમો દ્વારા જ આપણે નિયંત્રિત થઈએ છીએ. તેમજ આપણું બ્રહ્માંડ પણ ફિઝિક્સના નિયમોને આધારે ચાલે છે.