અમેરિકા: ફિલડેલફિયાના એલેનટાઉનની ઘટનાથી ત્યાની પોલીસની ભારે બદનામી થઈ છે. કેશના વિલસન નામની 14 વર્ષની વિદ્યાર્થીની સાથે પોલીસે કરેલો ખરાબ વ્યવહાર ન શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ વિદ્યાર્થીની ડીરફ હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તેના મિત્રો સાથે જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. પોલીસનું એવું કહેવું છે તે ગાળો બોલતી હતી અને લોકોને ઉશ્કેરતી હતી. વીડિયોની 100 સેકન્ડ ઉપલબ્ધ નથી પણ જેટલો વીડિયો છે તેમાં પોલીસનું વર્તન સ્પષ્ટ જણાઈ આવે છે.