અત્યારે બ્રિટન કોઈ પણ પ્રકારના યુદ્ધમાં સામેલ નથી. એવામાં ત્યાંના કેટલાંક ખાસ શહેરો પર થયેલા આ બોમ્બ વિસ્ફોટની તસવીરો આશ્ચર્યજનક છે. ટોટલ વોરની 70મી વર્ષગાંઠ પર આ ખાસ તસવીરો તૈયાર કરવામાં આવી હતી. તેમાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940માં બ્રિટનના જે સ્થળો પર બોમ્બ ફૂટ્યા હતા, તેને આજની પરિસ્થિતિમાં દર્શાવવામાં આવ્યા છે. 1940ની તસવીરો અને આજની તસવીરો ભેગી કરીને આ તસવીરો તૈયાર કરવામાં આવી છે.
એક તસવીરમાં તમે જોઈ શકશો કે કેટલી સરસ રીતે લંડન ખાતેની બેંક ઓફ ઈંગ્લેન્ડ પાસે પડેલા એક મોટા ખાડાને બતાવવામાં આવ્યો છે. જે પરથી અંદાજો આવી શકે છે કે તે યુદ્ધ કેટલું ભયાનક હશે અને લંડન વાસીઓ પર તેની કેટલી ખરાબ અસર પડી હશે. લંડન જેવી જ પરિસ્થિતિ બ્રિટનના અન્ય શહેરોની પણ હતી. બેકગ્રાઉન્ડમાં બનાવની જગ્યાઓ પાસે સૂટ-બૂટ પહેરેલા લોકો ચર્ચા કરતા નજરે ચડે છે, ત્યાં જ બાજુમાં આ ઈમારતો આજની પરિસ્થિતિમાં દેખાય છે. તસવીરોના આ ભાગમાં આધુનિક કપડાં પહેરેલા લોકો જોવા મળે છે.
બ્રિટન અને જર્મની વચ્ચે થયેલું આ યુદ્ધ 7 સપ્ટેમ્બર 1940ના રોજ શરૂ થયું હતું અને આ બોમ્બ વિસ્ફોટ 10 મે, 1941 સુધી ચાલ્યું હતું. આ બોમ્બ વિસ્ફોટોને ‘ધ બ્લિટ્સ’ તરીકે ઓળખવામાં આવે છે. આમ તો આ સમયગાળામાં બ્રિટનના ઘણા બધા શહેરો પર બોમ્બ વિસ્ફોટ થયા હતા, પરંતુ તેની શરૂઆત લંડનથી થઈ હતી. લંડન પર સતત 76 રાતો સુધી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યા હતા. આ હુમલાઓમાં બ્રિટનની અડધી આબાદી સમાપ્ત થઈ ગઈ હતી. આ હુમલા પાછળ હિટલરનો એક ખાસ ઈરાદો હતો. સમુદ્રી અને જમીની હુમલા કરતા પહેલા કે આ રીતે બ્રિટનને નબળું પાડવા માંગતો હતો.
*