- તિજોરી એટલી ભારે છે કે ચાર વ્યક્તિઓ મળીને પણ તેને ન ઉપાડી શકે
લીબિયાની વચગાળાની સરકારના સૈનિકોએ દેશના પૂર્વ શાસક મુઅમ્મર ગદ્દાફીના ગૃહનગર સિરતેના બહારના વિસ્તાર જનાકી કમિશમાં એક બગીચામાંથી સોના અને વિદેશી મુદ્રાઓનો એક ગુપ્ત ખજાનો જપ્ત કર્યો છે.
દોહાની એક સેટેલાઇટ સમાચાર ચેનલ અલ લીબિયાના રિપોર્ટ પ્રમાણે સૈનિકોએ જનાકી કમિશમાં એક બગીચામાંથી જમીન નીચે છુપાવાયેલી એક તિજોરીમાંથી સ્થાનિક મુદ્રામાં એક કરોડ યુરો અને ડોલર મુદ્રાઓ તેમજ સોનુ જપ્ત કર્યું છે.
એક સૈનિકે કહ્યું કે અમે રૂપિયા તથા સોનાથી ભરેલી એક તિજોરી જપ્ત કરી છે. તે એટલી ભારે છે કે તેને ચાર લોકો મળીને પણ ન ઉઠાવી શકે. બીજા સૈનિકે કહ્યું કે આ ગદ્દાફીનું માફિયા ધન છે કે જેના માટે તેણે હજારો નિર્દોષ નાગરિકોનો જીવ લીધો હતો.
ઉલ્લેખનીય છે કે વિદ્રોહીઓએ 20 ઓક્ટોબર 2011ના રોજ સિરતેમાં ગદ્દાફીને પકડ્યા બાદ તેની હત્યા કરી નાંખી હતી.