-મહિલાઓ પર ખાસ કરીને પોતાની બોડીગાર્ડ પર ભૂખ્યા વરુની જેમ તૂટી પડતો,
-ગદ્દાફી વીર્યવર્ધક ગોળીઓ પણ લેતો : કેટલીક મહિલાને તો બેડરૂમમાંથી સીધી હોસ્પિટલમાં લઈ જવી પડતી
-ગદ્દાફી દરરોજ ચાર અથવા તો કેટલીકવાર પાંચ મહિલા સાથે શરીરસુખ માણતો
લિબિયાના ભૂતપૂર્વ સરમુખ્ત્યાર મુઅમ્મર ગદ્દાફી સેક્સ ભૂખ્યો હતો અને યુવા મહિલાઓનો ખૂબ જ શોખીન હતો. તેમની સાથે તે ભરપૂર સેક્સ માણતો હતો. જેમાંની મોટાભાગની તો તેની મહિલા બોડીગાર્ડ જ હોવાનો ઘટસ્ફોટ ગદ્દાફીના એક સાથી એ કર્યો છે.
આ સાથીએ જણાવ્યું હતું કે ગદ્દાફી દરરોજ ચાર અથવા તો કેટલીકવાર પાંચ મહિલા સાથે શરીરસુખ માણતો. ગદ્દાફી જ્યારે ઇચ્છા થાય ત્યારે આ મહિલાઓને પોતાના બેડરૂમમાં લઈ જતો. સેક્સ માણવું તેના માટે માત્ર શ્વાસ લેવા સમાન હતું.
સાત વર્ષથી ગદ્દાફીના રસોઇયા તરીકે કામ કરતા ફૈસલે જણાવ્યું હતું કે આ મહિલાઓએ ખાસ કરીને બોડીગાર્ડે ગદ્દાફી સાથે સેક્સ માણ્યું છે. અઢળક રકમ અથવા તો ભવ્ય મહેલની લાલચમાં આ મહિલાઓ ગદ્દાફીની શરણે થઈ જતી હતી. ફૈસલે જણાવ્યું હતું કે ગદ્દાફી સાથે સેક્સ માણનારી કેટલીક મહિલાઓની હાલત એવી થઈ જતી કે તેમને બેડરૂમમાંથી સીધી હોસ્પિટલમાં લઈ જવી પડતી હતી.
ત્રિપોલીમાં વેપાર સંધિ માટે બ્રિટનના પ્રિન્સ એન્ડ´ સાથેની બેઠક પહેલાં ગદ્દાફીએ માત્ર એક કલાકમાં ચાર મહિલા સાથે સેક્સ માણ્યું હતું. ૨૯ વર્ષના આ રસોઇયાએ જણાવ્યું હતું કે ગદ્દાફીને ‘એન્ટિ-ઇમ્પોટેન્સ પિલ્સ’(વીર્યહીનતા કે કમજોરી વિરોધી ગોળી)ની પણ આદત હતી. મહિલાઓ સાથે શરીરસુખ માણવામાં વધુ મજા આવે તે માટે ગદ્દાફી આ ગોળીઓ લેતો હતો.
જોકે, યુક્રેનની તેની નર્સે આ ગોળીઓ ઓછી લેવા સલાહ પણ આપી હતી. કેમ કે, ગદ્દાફી દરરોજ આ ગોળીઓ લેતો હતો. ફૈસલે જણાવ્યું હતું કે એકવાર ત્રિપોલી યુનિવર્સિટી ખાતે લેકચર આપ્યા બાદ ગદ્દાફી તુરત જ એક યુવતીને નજીકના રૂમમાં લઈ જઈને તેની સાથે સેક્સ માણ્યું હતું.
ફૈસલે એવો પણ દાવો કર્યો હતો કે ગદ્દાફીએ પોતાના લિંગના કદને મોટું કરવાનું એક મશીન ખરીદવા એક સાથીને પેરિસ મોકલ્યો હતો.