પાકિસ્તાનમાં વિકટ સ્થિતિ છે. પૂરના કારણે પાકિસ્તાનમાં ભારે ખાનાખરાબી સર્જાઈ છે. અનેક ગામો બેટમાં ફેરવાઈ ગયા છે, ત્યારે પાકિસ્તાનના થત્તા જિલ્લામાં પૂરના કારણે બેટમાં ફેરવાઈ ગયેલા સરજાણી ગામની પ્રસ્તુત તસવીર પરથી અહીંની વિકટ પરિસ્થિતિનો અંદાજ લગાવી શકાય છે. દક્ષિણ પાકિસ્તાનમાં પૂરના સતત વધતા પ્રવાહના કારણે અનેક લોકો હજુ પણ સ્થળાંતર કરી રહ્યા છે. એએફપી