પરમાણુ લાયાબિલિટી બિલમાં સરકારે વિપક્ષના દબાણમાં આવીને અનેક સંશોધન કર્યા હતાં. પરંતુ સુધારેલું બિલ અમેરિકાની નીતિઓનું ઘડતર કરનાર નિષ્ણાંતોને પસંદ પડ્યું નથી. અમેરેરિકાના નિષ્ણાંતોનું માનવામાં આવે તો પરમાણુ જવાબદારી બિલમાં સંશોધન કરવાથી ભારત-અમેરિકા વચ્ચે ઐતિહાસિક ન્યક્લિયર ડીલ પર તેની ખરાબ અસર પડશે.
દક્ષિણ એશિયા બાબતોના સીનિયર રિસર્ચ ફેલો લીસા કોર્ટિસે એક લેખમાં લખ્યું છે કે પરમાણુ જવાબદારી બિલ બાદ અમેરિકા ભારતને નાગરિક પરમાણુ ક્ષેત્રમાં રોકાણ કરવાની છૂટ આપે છે અને આવી રીતે ભારત અમેરિકા પરમાણુ કરારને પૂર્ણ સ્વરૂપ આપી શકાશે.
પરંતુ પરમાણુ જવાબદારી બિલમાં આંતરરાષ્ટ્રીય માપદંડની ભાષામાં પરિવર્તન કરવામાં આવતા ન્યૂક્લિકર રિએક્ટર વેપાર પર તેની અસર પડશે. લીસાના જણાવ્યા પ્રમાણે જ્યારે કોઈ પરમાણુ દુર્ઘટના થાય તેવી સ્થિતિમાં પરમાણુ સપ્લાયરોને જવાબદાર ઠેરવવા માટે 80 વર્ષ પહેલા જ કોર્ટ દ્વારા પર્યાપ્ત કાયદા ઘડવામાં આવ્યા છે. પરંતુ ભારતે પરમાણુ બિલમાં સંશોધન કરીને તે વધારે મુશ્કેલ બનાવી દીધું છે.
કર્ટિસના જણાવ્યા પ્રમાણે આ ઘટનાને કારણે ભારત અમેરિકા પરમાણુ કરારમાં વિઘ્નો ઉત્પન્ન થઈ શકે છે, જે એક દુર્ભાગ્યપૂર્ણ છે. પરમાણુ કરાર અનુસાર ભારત અમેરિકા વચ્ચે ન્યૂક્લિયર રિપ્રોસેસિંગ એગ્રીમેન્ટને પણ ઝટકો લાગી શકે છે. કોર્ટિસે જણાવ્યું હતું કે પરમાણુ સંશોધન બિલને કારણે બંને દેશના વેપાર પર એવા પ્રકારની અસર પડી શકે છે જેવી વિઝા ફી વધારમાં આવતા પડવાની સંભાવના દેખાઈ રહી છે. કોર્ટિસે આશા વ્યક્ત કરી છે કે રાષ્ટ્રપતિ બરાક ઓબામા ભારતની પોતાની યાત્રા દરમિયાન આ મુદ્દાને વધુ સ્પષ્ટ કરશે. તેમજ બંને દેશ પોતાના મહત્વના કાયદામાં ફેરફાર કરીને અરસ પરસના સંબંધો વધારે મજબૂત બનાવી શકે છે.