Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> Special
 

તમે ફેસબુક એકાઉન્ટ ધરાવતા હો તો આ વાંચી લેજો

 
Source: Agency   |   Last Updated 12:30 PM [IST](15/12/2011)
 
 
 
 
 
- જો તમે ફેસબુક એકાઉન્ટ ધરાવતા હો તો આ વાંચી લેજો

સમય સાથે વધી રહેલા તણાવને પગલે સમાજમાં આત્મહત્યાઓના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. આને ધ્યાને લઇને દુનિયાની સૌથી મોટી સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકે તે લોકોના કાઉન્સેલિંગનું બીડુ ઝડપ્યું છે જેના મનમાં વારંવાર મરવાના વિચારો આવતા હોય અથવા તો તેઓ ઘણી વાર આત્મહત્યાના અસફળ પ્રયત્નો કરી ચૂક્યા હોય.

ફેસબુકે એક સર્વિસ લોન્ચ કરી છે. જેમાં આત્મહત્યાના વિચારો પોતાના મનમાં લાવનારા વ્યક્તિઓ પોતાના વિચારો વ્યક્ત કરી શકે છે. ફેસબુકનો આ પ્રોગ્રામ તણાવમાં રહેલા લોકોને નેશનલ સુસાઇડ પ્રિવેન્શન લાઇફલાઇનના કાઉન્સેલર સાથે જોડશે અને તેમની વચ્ચે વૈચારિક સંબંધો સ્થાપશે.

ફેસબુકના પબ્લિક પોલિસી મેનેજર ફ્રેડ વોલેન્સે કહ્યું કે આ સર્વિસ સંપૂર્ણ સુરક્ષિત છે અને તેમાં થનારી વાતો અન્ય કોઇ વ્યક્તિ વાંચી નહીં શકે. તેણે કહ્યું કે કંપનીનો મુખ્ય ઉદ્દેશ યોગ્ય સમયે યોગ્ય મદદ પહોંચાડવાનો છે કે જેના કારણે અમૂલ્ય જીવનને બચાવી શકાય.

- પહેલા પણ થઇ હતી કોશિષ

ફેસબુક પહેલા ગુગલ અને યાહુ જેવી કંપનીઓ પણ આવી સુવિધા ઉપલબ્ધ કરાવી ચૂકી છે. જેવો યુઝર સર્ચએન્જિન પર સુસાઇડ શબ્દ ટાઇપ કરે છે તો કંપનીઓ તેને નેશનલ સુસાઇડ પ્રિવેન્શન લાઇફલાઇનના પરામર્શકોનો ફોન નંબર ઉપલબ્ધ કરાવે છે.

- કેવી રીતે કરશે કામ

જો તમારો મિત્ર જીવન અંગે નકારાત્મક વાતો લખે તો તેની ફરિયાદ ફેસબુક પર કરી શકાશે. ફેસબુક તેને ઇમેલ મોકલશે અને હોટલાઇનની મદદથી વાત કરવાની કોશિષ કરશે. જો સંબંધિત વ્યક્તિ થોડો પણ રસ દાખવશે તો તેની માટે એક ગુપ્ત ઓનલાઇન ચેટની વ્યવસ્થા પણ કરાશે.

- તમારો મત

આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Unveiling Victoria's latest collection
Sexually Charged Photography
Just Added

प्रदर्शनी में लोकनृत्यों की घटा देखने को मिली
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.