ફેસબુકની ઓફિસોની દીવાલોને રંગ કરનાર અમેરિકાનો એક પેઈન્ટર ૧૦૦૦ કરોડ રૂપિયાની સંપત્તિનો માલિક બની શકે છે. આ વાત વિચિત્ર લાગી શકે પરંતુ સાચી છે. ૨૦૦પમાં ફેસબુકની મુખ્ય કચેરીની દીવાલોને પેઈન્ટ કરનાર ડેવિડ ચોએ તેના કામના બદલામાં નાણાં લેવાને બદલે શેર લીધા હતા.
હવે ફેસબુક આઈપીઓ લાવી રહી છે ત્યારે એવું માનવામાં આવે છે કે તેના શેરોની કિંમત ૨૦ કરોડ ડોલર એટલે કે આશરે રૂપિયા ૧૦૦૦ કરોડથી વધુ થઈ શકે છે. ડેવિડે કામ કર્યું ત્યારે નાણાંના બદલામાં શેર લેવાની ફેસબુકની ઓફર તે સમયે તેને હાસ્યાસ્પદ લાગી હતી, છતાં નાછૂટકે શેર લીધા હતા અને આજે તેનું નસીબ બદલાઈ જાય એવી શક્યતા છે.