-નવા કેલેન્ડરનો સ્વીકાર થશે તો 2017 સુધીમાં વર્ષના 365 દિવસોમાં વધુ સાત દિવસ ઉમેરાશે -હેન્ક-હેનરી દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવિત નવા કેલેન્ડરમાં દર પાંચ કે છ વર્ષે ‘લીપ વીક’ની જોગવાઈ -વધારાનું સપ્તાહ નહીં ઉમેરવામાં આવે તો સમયજતા એવી સ્થિતિ સર્જાશે કે ક્રિસમસ ભરઉનાળે આવશે
વર્ષના અંતે રજાઓ પર જવાનું કોન પસંદ ન હોય! પણ ઓછી રજાઓને કારણે ઘણા લોકોની રજાઓ માણવાની ઈચ્છા અધૂરી રહી જતી હોય છે, જો કે હવે એવી શક્યતા સર્જાઈ છે કે દર પાંચ કે છ વર્ષે કેલેન્ડરમાં વર્ષના અંતે વધારાનું સપ્તાહ ઉમેરાશે. જો નવા કેલેન્ડરનો સ્વીકાર થશે તો 2017 સુધીમાં વર્ષના 365 દિવસોમાં વધુ સાત દિવસ ઉમેરાશે.
હેન્ક-હેનરી દ્વારા તૈયાર કરાયેલા પ્રસ્તાવિત નવા કેલેન્ડરમાં દર પાંચ કે છ વર્ષે ‘લીપ વીક’ની જોગવાઈ છે. કેલેન્ડરમાં બાકીના મહિનાઓને સિઝન પ્રમાણે જાળવી રાખવા માટે આ ગોઠવણ કરવામાં આવી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે જો આ વધારાનું સપ્તાહ નહીં ઉમેરવામાં આવે તો સમયજતા એવી સ્થિતિ સર્જાશે કે ક્રિસમસ ભરઉનાળે આવશે.
નવા કેલેન્ડરની એ પણ ખાસિયત છે કે તે લાગુ થશે તો ક્રિસમસ અને ન્યૂ યર માત્ર રવિવારે જ આવશે. જ્યારે 4થી જુલાઈ માત્ર બુધવારે જ આવશે.
તમારો મત
સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.