ઈમેલમાં વધતા જતા સ્પામ અને ફિશિંગના દૂષણને પહોંચી વળવા માટે ઈમેલ સેવા આપતી અગ્રણી કંપનીઓ યાહુ, ગુગલ, એઓએલ, ફેસબુક અને માઈક્રોસોફ્ટે હાથ મિલાવવાની જાહેરાત કરી છે. 18 મહિનાની સંયુક્ત મહેનત બાદ ઈમેલ સેવા આપતી પંદર કંપનીઓએ DMARC.org (ડોમેઈન બેઝ્ડ મેસેજ ઓથેન્ટિકેશન, રિપોર્ટિંગ એન્ડ કન્ફર્મન્સ)ના ગઠનની જાહેરાત કરી હતી.ઈન્ટરનેટની જરૂરિયાતને પહોંચી વળવા માટે ઈમેલને પ્રમાણિત કરવા માટે તેઓ રૂપરેખા ઘડી કાઢશે.
-સ્પામ અને ફિશિંગથી ઈમેલને બચાવવા અગ્રણી કંપનીઓએ હાથ મિલાવ્યા
-ગુગલ-માઈક્રોસોફ્ટ-ફેસબુક-યાહુ સહિતની કંપનીઓ આવી એક મંચ પર
-ઊભું કરાશે ફિડબેક મિકેનિઝમ
-DMARC.orgની સ્થાપના
-વપરાશકર્તા નક્કી કરી શકશે પોલિસી
ખોટા અને ભળતા મેલને મોકલનારા લોકોનું કામ મુશ્કેલ બનાવવા માટે ઈમેલ મોકલનારા અને મેળવનારાની વચ્ચે કેવી રીતે 'ફીડબેક લૂપ' તૈયાર કરી શકાય તે માટેનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પેપાલ કસ્ટમર સિક્યુરિટિ ઈનિસ્યેટિવના સિનિયર મેનેજર અને સંગઠનના વડાના મેકડોવેલ કહેવા પ્રમાણે, ''દર વર્ષે લાખો લોકો અને કંપનીઓને ઈમેલ ફિશિંગ દ્વારા ઠગવામાં આવતા હોય છે. જેના કારણે લોકોનો ઈમેલ અને ઈન્ટરનેટ પરથી વિશ્વાસ ડગી રહ્યો છે. ટેક્નોલોજી અને ગ્રાહક શિક્ષણની કામગીરી હાથ ધરવામાં આવશે. ''
ડીએમએઆરસી દ્વારા પ્રમાણ આધારિત માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જે ઈમેલ મોકલનારાને સર્વાંગી અને સુગ્રથિત રીતે પ્રમાણિત કરવા માટેની ટેક્નોલોજીને પણ ઈમેલ સેવા સાથે સાંકળી લેવામાં આવશે. ઉદાહરણ તરીકે ઈમેલ મોકલનારો ફિશિંગથી બચવા માટે પ્રમાણિત ન હોય તેવા નીતિ ઘડી કાઢવામાં આવશે. જેની મદદથી પ્રમાણિત નહીં હોય તેવા ઈમેલને ઈનબોક્સ સુધી પહોંચતા અટકાવી શકાશે.
ઈમેલ સર્વિસ આપનારી કંપનીઓ દ્વારા ઈમેલ મોકલનારાઓ દ્વારા એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી રહી છે, જે હેઠળ 'ઓથેન્ટિકેશન સિસ્ટમ'માં કોઈ ખામી હોય તો તેનો વિસ્તૃત રિપોર્ટ વપરાશકર્તાને મોકલવામાં આવશે. જેથી તેમાં કોઈ ખામી હોય તો તેને પૂરી શકાય. ફિડબેક લૂપ સિસ્ટમથી ઈમેલના તંત્રને વધુ સઘન બનાવવામાં આવશે. જેથી ફિશિંગના પ્રયાસોને શોધી શકાય અને અટકાવી શકાય.
આવનારા સમયમાં ડીએમએઆરસીનું વલણ વધુ ક્રાંતિકારી પગલા લાવશે તેમ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે. ડીએમએઆરસી પોતાનો વિસ્તૃત અહેવાલ આઈઈટીએફનને પણ સોંપવા માંગે છે, જેથી ઈમેલનું સુરક્ષિત ભાવિ નિર્ધારણ થઈ શકે.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.