કેમેરા સામે કપડાં ઉતારવાના તેને એક કલાકના 16થી 20 પાઉન્ડ મળે છે
બ્રિટનમાં કેટલાંક વિદ્યાર્થીઓ ફી ભરવા માટે પોતાના શરીર પર મેડિકલ પરીક્ષણ પણ કરાવી રહ્યા છે
હજુ થોડા દિવસ પહેલા જ આપણી સામે આવ્યુ હતું કે બ્રિટનમાં મોટી સંખ્યામાં યુવતીઓ પોતાની કોલેજ ફી પૂરી કરવા માટે સેક્સ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂકી રહી છે. આ ચોંકાવનારા ખુલાસા પછી એક યુવતીએ આ ઈન્ડસ્ટ્રીમાં આવ્યાનો પોતાની આખી સ્ટોરીનો ખુલાસો પણ કર્યો છે. વેલ્સની ગ્લેમઓર્ગન યુનિવર્સિટીની સ્ટૂડન્ટ એમા ગ્રીને પોતાના અભ્યાસનો 200 પાઉન્ડનો ખર્ચો ઉઠાવવા માટે ઓનલાઇન સેક્સ કરી રહી છે, જેમાં તે ઈન્ટરનેટ યુઝર્સની સામે કપડાં ઉતારે છે.
25 વર્ષીય એમા, ગ્લેમઓર્ગન યુનિવર્સિટીથી મલ્ટી-મીડિયા ડિઝાઇનિંગનો અભ્યાસ કરી રહી છે. એમા જણાવે છે કે અભ્યાસના બિઝી શિડ્યુલના કારણે તે કોઈ પણ પાર્ટ ટાઇમ જોબ વિશે વિચારી શકે તેમ નથી. એમા જણાવે છે કે તેને આ અભ્યાસ કરવા માટે કોઈ પણ પ્રકારની આર્થિક મદદ મળતી નથી, આથી તેણે ઓનલાઇન સેક્સ દ્વારા પૈસા કમાવા પડી રહ્યા છે. એમાએ જણાવ્યા પ્રમાણે બ્રિટનમાં કેટલાય વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસનો ખર્ચો ઉઠાવવા માટે આ વ્યવસાયમાં આવી રહ્યા છે. કેટલાંક તો ફી ભરવા માટે પોતાના શરીર પર મેડિકલ પરીક્ષણ પણ કરાવવા તૈયાર થાય છે.
એમા જણાવે છે કે તેને આ રીતે પૈસા કમાવા માટે એક મિત્રે સજેશન આપ્યુ હતું. એમા હજુ પણ નિરાશ છે કારણ કે આ રીતે તેને એટલા પૈસા નથી મળી રહ્યા કે તેની ફી ભરાઈ શકે. એમાએ જણાવ્યા પ્રમાણે તે અત્યારે ‘બ્રિટન ગોટ વેબકેમ’ના યુઝર્સ સામે કપડાં ઉતારે છે, જેના એક કલાકના તેને 16થી 20 પાઉન્ડ મળે છે.
મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે