વર્ષ 2011 દરમિયાન પાકિસ્તાને અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી. ગુગલ ઉપર સેક્સ શોધનારા દેશમાં પાકિસ્તાન સર્વોપરી રહ્યું હતું. આ યાદીમાં ભારત બીજા ક્રમ પર રહ્યું હતું. ઉપરાંત સેક્સની શોધમાં રહેતા શહેરોમાં ભારત સૌથી આગળ છે. ટોચના દસ શહેરોમાં આઠ શહેરો ભારતીય છે.
-'સેક્સ'ની શોધમાં રહેતા ટોચના દસ શહેરોમાં ભારતના આઠ!!
-દેશ પ્રમાણે, પાકિસ્તાનમાં સૌથી વધુ સર્ચ થાય છે 'સેક્સ'
ગુગલ ટ્રેન્ડ્સના ડેટા પ્રમાણે, 'સેક્સ'ને સર્ચ કરતા દુનિયાના દસ ટોચના શહેરોમાં આઠ શહેરો ભારતીય છે ! પાકિસ્તાનના દૈનિક 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યુન' ડેઈલીએ 'ફોક્સ ન્યૂઝ રિપોર્ટ-2010' દરમિયાન પાકિસ્તાનમાં બે કરોડ ઈન્ટરનેટ વપરાશકર્તાઓ છે. ત્યારે પણ ગુગલ સર્ચના પોર્નોગ્રાફિક સર્ચ ટર્મ્સમાં પણ પાકિસ્તાન અગ્રેસર રહ્યું હતું.
ગુગલ ટ્રેન્ડ એનાલિસિસ એ ગુગલ વેબ સર્ચના આધાર પર ગણતરી મુકે છે. જેમાં તમે જે સર્ચ ટર્મને દાખલ કરો છો તેના આધાર પર કેટલી ટોટલ સર્ચ થઈ છે, તે સમયાંતરે જણાવે છે. ગુગલ ટ્રેન્ડ્સ દ્વારા આ ગણતરી કરવા માટે આઈપી એડ્રેસની માહિતી અને સર્વનરના લોગના આધાર પર 'સર્ચ ટર્મ' ક્યાંથી આવી હતી તે જાણી શકાય છે.
ગુગલ ટ્રેન્ડ્સના કહેવા પ્રમાણે, '' આ ડેટા ટ્રેન્ડ્સ મનોરંજક અને રસપ્રદ લાગશે પરંતુ તેમાં અનેક પ્રકારની અચોક્કસાઈ હોવાની સંભાવના રહેલી છે અને આ માટે અનેક કારણો જવાબદાર હોય શકે છે. પરંતુ કદાચ તમે આ માહિતીના આધાર પર પીએચડીનું ડિઝર્ટેશન લખવા નહીં માગો. ''
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.