- દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની દાદાગીરીને કંઇ રીતે ઉકેલવી તે મુદ્દા પર વિચાર થશે
- દક્ષિણ ચીન સાગરમાં ભારતની જેમ અમેરિકા અને જાપાનનું હિત પણ સમાન છે
- ત્રણેય દેશ એ મંજૂર નહીં કરી શકે કે દક્ષિણ ચીન સમુદ્રમાં ફક્ત ચીનનો જ એકાધિકાર રહે
- જાપાનના વડાપ્રધાન યોશિહિકો નોદાની 27મી થી 29મી ડિસેમ્બર સુધી ભારતની અગત્યની મુલાકાતે હશે
ભારત, અમેરિકા અને જાપાનની વચ્ચે ત્રિપક્ષીય વાર્તાનો પહેલો દોર 19મી ડિસેમ્બરના રોજ વોશિંગ્ટનમાં થશે. દક્ષિણ ચીન સમુદ્રમાં ચીનની દાદાગીરીને કંઇ રીતે ઉકેલવી તે મુદ્દા પર વિચાર થશે. દક્ષિણ ચીન સાગરમાં ભારતની જેમ અમેરિકા અને જાપાનનું હિત પણ સમાન છે. ત્રણેય દેશ એ મંજૂર નહીં કરી શકે કે દક્ષિણ ચીન સમુદ્રમાં ફક્ત ચીનનો જ એકાધિકાર રહે. આ વાર્તા બાદ જાપાનના વડાપ્રધાન યોશિહિકો નોદાની 27મી થી 29મી ડિસેમ્બર સુધી ભારતની અગત્યની મુલાકાતે હશે.
ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય રાજનીતિની નજરથી આ બેઠકો પર ચીનની રાજકીય હલકોની ખાસ નજર હશે. અહીં સૂત્રોએ જાપાનના વડાપ્રધાનની ભારત આવવાની અને એ પહેલાં અમેરિકાની સાથે થનાર ત્રિપક્ષીય વાર્તાની માહિતી આપી. વડાપ્રધાન નોદા અને વડાપ્રધાન મનમોહન સિંહની 28મી ડિસેમ્બરના રોજ બપોરે બેઠક યોજાશે, જેમાં પરસ્પર સામરિક ભાગીદારીને મજબૂત કરનાર કેટલાંય અગત્યના નિર્ણય લેવાશે. રૂસ સિવાય જાપાન જ એવો દેશ છે જેની સાથે ભારત વાર્ષિક શિખર બેઠક કરી રહ્યું છે.
શિખર બેઠકને નક્કર જમીન આપવા માટે રક્ષા મંત્રી એ.કે.એંટનીની 3 નવેમ્બરની મુલાકાતમાં દૂરગામી મહત્વના કેટલાંય નિર્ણય લેવામાં આવ્યા છે. તેમાં નૌસેના અભ્યાસ, સેના પ્રમુખોની એક બીજાને ત્યાં મુલાકાત અને દરિયાઇ ડાકુઓની વિરૂદ્ધ તાલમેલથી નવ સેના ગતિવિધિ ચલાવા પર સહમતિ થઇ છે. વડાપ્રધાન નોદાની મુલાકાતમાં રક્ષા ભાગીદારીનો નક્કર પાયો રાખવા માટે રક્ષા ઉત્પાદનમાં પણ ભાગીદારી કરવા પર વાતચીત થશે. તેમાં ભારતીય કોસ્ટ ગાર્ડ માટે એમ્ફીબિયસ વિમાનોના ભારતમાં ઉત્પાદન પર એક કરાર સામેલ થઇ શકે છે.
સૂત્રોના મતે વડાપ્રધાન નોદાની ભારત મુલાકાતમાં પરમાણુ ભાગીદારી કરારને ટૂંક સમયમાં સંપન્ન કરવાનો મુદ્દો સૌથી અગત્યનો હશે. જાપાન ભારતને પરમાણુ રિએકટરમાં કામ આવનાર સાધનોની નિકાસનો રસ્તા સરળ કરવા માટે ભાગીદારી કરારની જાહેરાત કરી શકે છે.
ભારત, અમેરિકા અને જાપાને છેલ્લાં પાંચ વર્ષથી નવ સૈનિક સ્તર પર પરસ્પર તાલમેલનો સિલસિલો ચલાવ્યો છે અને પ્રશાંત મહાસાગરમાં ત્રણેય દેશોએ ભાગીદારી નવ સૈનિક અભ્યાસ પણ કર્યો છે તેના માટે મોટાભાગે ત્રણેય દેશોની વચ્ચે શ્રેષ્ઠ સૈન્ય સમજ વિક્સિત થવા અને ભાગીદારી રચના કરવાની ચર્ચા હોય છે પરંતુ ભારતે પરસ્પર સંબંધોની આ ઊંચાઇ સુધી પહોંચવામાં હિચક દેખાડી છે. ત્રણેય દેશોની વચ્ચે કોઇ ઔપચારિક વાર્તાથી પણ ભારત હિચકાઇ રહ્યું હતું. પરંતુ વોશિંગ્ટનમાં 19મી ડિસેમ્બરના રોજ આ બેઠક માટે રજામંદી આપી ચૂક્યું છે અને તેના માટે વિદેશ મંત્રાલય પાસેથી નીચલા અધિકારીઓનું દળ તેમાં ભાગ લેશે. આ ત્રિપક્ષીય વાર્તાના પરિણામ પર પણ ભારત જાપાન વડાપ્રધાન વાર્તામાં પણ ચર્ચા થશે.
તમારો મત
તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.