- લાદેન ઠાર મરાયાની ઘટના 2011ની ટોપ ન્યૂઝ સ્ટોરી બની
- લાદેને જાપાનનો ભૂકંપ તેમજ સુનામી હોનારતને પણ પાછળ રાખી દીધી
આતંકવાદી સંગઠન અલકાયદાનો ઠાર મરાયેલો વડો ઓસામા બિન લાદેન ભલે અત્યંત ક્રુર અને ઘાતકી હતો પરંતુ મર્યા બાદ પણ તે ટોપ ન્યૂઝ સ્ટોરી બની ગયો હતો. એસોસિએટેડ પ્રેસના વાર્ષિક પોલ પ્રમાણે પાકિસ્તાનના એબોટાબાદમાં અમેરિકાએ રાતોરાત ઓપરેશન હાથ ધરીને ઠાર મારેલો આતંકવાદી ઓસામા બિન લાદેન 2011ની ટોપ ન્યૂઝ સ્ટોરી બની ગયો હતો.
વર્ષ 2011 દરમિયાનની વિશ્વની ટોપ ન્યૂઝ સ્ટોરી કઇ-કઇ છે? તે માટેની પસંદગી લાદેનની સ્ટોરીની સૌથી વધુ 128 મતો (247 મતોમાંથી) મળ્યા હતા. જ્યારે જાપાનની હોનારત 60 મતો સાથે બીજા ક્રમે રહી હતી. આરબ દેશોમાં થયેલા બળવાના સમાચારોએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જેણે ત્રીજો ક્રમ મેળવ્યો હતો.
પાશ્ચાત્ય દેશોની દેવા કટોકટીમાં લોકોએ ખૂબ રસ લીધો હતો જેના કારણે તેને ચોથો ક્રમ મળ્યો હતો ત્યારપછીના ક્રમે અમેરિકાનું સેક્સ સ્કેન્ડલ, ગદ્દાફીનો ખાત્મો વગેરે જેવી સ્ટોરી ટોપ ન્યૂઝ સ્ટોરી બની હતી.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.