- વીડિયો : એક રાષ્ટ્રપતિએ સળગાવી આગ, બીજાએ મોકલ્યું સૈન્ય - બાકુમાં મુસ્લિમો-ખ્રિસ્તીઓ વચ્ચે અઘોષિત યુદ્ધ ફાટી નીકળ્યું હતું - આઝરબૈજાનમાં રશિયાએ મોકલ્યું હતું પોતાનું સૈન્ય - 93 નાગરિકો અને 29 સૈનિકોના થયા હતા મોત
સોવિયેત રિપબ્લિકની રાજધાની બાકુમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે ફાટી નીકળેલા અઘોષિત યુદ્ધમાં કુલ 93 નાગરિકો અને 29 સૈનિકોના મોત થયા હતા. રશિયાના પ્રમુખ ગાર્બચોવે આ અઘોષિત યુદ્ધને શાંત પાડવા માટે આઝરબૈજાનના બાકુમાં પોતાના સૈન્યને મોકલી દીધું.
ટીવી પરના 12 મિનિટના ઇન્ટરવ્યુમાં ગાર્બચોવે કહ્યું કે "બાકુમાં પરિસ્થિતિ કથળતી જઇ રહી હતી. જેના કારણે સૈન્ય મોકલવાની ફરજ પડી. જે લોકો માર્યા ગયા છે તેના પ્રત્યે હું શ્રદ્ધાંજલી અર્પણ કરૂં છું. મારા દેશના તમામ નાગરિકો મેં કેવી પરિસ્થિતિમાં ત્યાં સૈન્ય મોકલ્યું તે સમજી શકશે તેવી હું અપેક્ષા રાખું છું."
સમગ્ર ઘટના એ હતી કે સોવિયેત ટ્રાન્સ્કેઉશિયામાં રાષ્ટ્રવાદીઓની રેલી યોજાઇ હતી. તે દરમિયાન બાકુમાં સુનિયોજિત કાવતરા પ્રમાણે મુસ્લિમોના અનેક ઘરોમાં આગ લગાવી દેવાઇ. જેમાં અનેક માર્યા ગયા તો અનેક ઘાયલ પણ થયા.
આ ઘટના બાદ આઝરબૈજાનના વિવાદાસ્પદ વિસ્તારમાં નગોર્નો-કરાબખમાં રસ્તાઓ બ્લોક કરી દેવાયા અને ટ્રેનો રોકી દેવાઇ. આઝરબૈજાનના પ્રમુખ એલમીરા કાફારોવાએ રેડિયો પરના સંદેશમાં કહ્યું કે આ ઘટના પાછળ જે કોઇ જવાબદાર છે તેને અમારા લોકો ક્યારેય માફ નહીં કરે.
રાષ્ટ્રપતિના આ નિવેદન બાદ મુસ્લિમો અને ખ્રિસ્તીઓ વચ્ચે અઘોષિત યુદ્ધ ફાટી નીકળ્યું. જેમાં અનેક માર્યા ગયા.
તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.