- જુઓ વીડિયો, ફેરારી, મર્સિડીઝ બેન્ઝ એક પછી એક અથડાઇ
વાહન અકસ્માતો અંગે તો તમે ઘણું સાંભળ્યું હશે, કદાચ કોઇ અકસ્માતની સાક્ષી તમારી નજરો બની પણ હશે પરંતુ અહીં એક એવા અકસ્માત વિશે માહિતી આપવી છે કે જેને અત્યાર સુધીમાં દુનિયાનો સૌથી મોંઘામાં મોંઘો અકસ્માત માનવામાં આવે છે.
દુનિયાનો સૌથી મોંઘો આ અકસ્માત થયો છે જાપાનમાં. આ અકસ્માતમાં ફેરારી, મર્સિડીઝ બેન્ઝ જેવી મોંઘીદાટ કાર પળવારમાં ભાંગીને ભૂક્કો થઇ ગઇ હતી.
એક્સપ્રેસ વે પર આઠ ફેરારી, બે મર્સિડીઝ બેન્ઝ, ટોયોટા પ્રિઉસ સહિતની મોંઘી કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. એકસાથે 20 કાર હાઇવે પર જઇ રહી હતી ત્યારે સૌથી આગળ જતી ફેરારી કાર સ્લીપ થઇ ગઇ હતી જેના કારણે પાછળ આવી રહેલી કાર પૈકીની કુલ 14 કાર એક પછી એક ધડાકાભેર અથડાઇ હતી. લક્ઝરી સ્પોર્ટસ આઉટીંગ પર નીકળેલી આ કાર એકબીજા સાથે અથડાઇ પડી હતી.
દક્ષિણ જાપાનના શિમોનોસેકી વિસ્તારમાં ચુગોકુ એક્સપ્રેસ વે પર થયેલા આ અકસ્માતમાં અંદાજે કુલ દસ લાખ ડોલર (લગભગ 5 કરોડ રૂપિયા)ની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
હિરોશીમાથી 130 કિલોમીટર દૂર આ અકસ્માત સર્જાયો હતો. દુનિયાના સૌથી મોંઘા કહેવાતા આ અકસ્માતમાં એકપણ વ્યક્તિએ જીવ નથી ગુમાવવો પડ્યો જ્યારે પાંચ વ્યક્તિઓને ઇજા થઇ હોવાનું પોલીસે જણાવ્યું હતું.
- તમારો મત
આ અંગે નીચે આપેલા ફિડબેક ફોર્મમાં સંયમિત ભાષામાં તમારો મત વ્યક્ત કરો. મહેરબાની કરીને એ ખાસ નોંધી લો કે તમારી દરેક કમેન્ટ્સ, વાંધાજનક ટિપ્પણી માટે તમે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.