-ચીની સુરક્ષા દળોએ બે તિબેટી પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો
તિબેટમાં પરિસ્થિતિઓને ગંભીર ગણાવતા ચીનના અધિકારીઓએ આદેશ આપ્યો છે કે તેઓ દલાઈ લામા દ્વારા 'અલગાવવાદી તોડફોડ વિરૂદ્ધ એક યુદ્ધ' માટે પોતાને તૈયાર કરે. આ દરમિયાન અહેવાલ આવ્યા છે કે સુરક્ષા દળોએ બે તિબેટી પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો છે.
તિબેટના ક્ષેત્રીય કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રમુખ ચેન કુઆનગુઓએ સત્તાવાર અખબાર 'તિબેટ ડેઈલી'ને કહ્યું છે કે તિબેટ સ્વાયત્ત ક્ષેત્રમાં અધિકારીઓએ આદેશ આપ્યા છે કે તેઓ સ્થિરતા જાળવી રાખવા ગંભીર સ્થિતિનો સ્વીકાર કરે અને અલગાવવાદી તોડફોડ વિરૂદ્ધ એક યુદ્ધ માટે પોતાને તૈયાર કરે. આ આદેશ 22 ફેબ્રુઆરીએ તિબેટના નવા વર્ષના ઠીક પહેલા આવ્યો છે અને આ વર્ષે ચીની કમ્યુનિસ્ટ પાર્ટી કોંગ્રેસે નવા નેતૃત્વની ચૂંટણી કરવાની છે.