ભારતના અધિકારીઓ દ્વારા ઔપચારિક જાહેરાત કરવામાં આવી છે કે, ચીનમાં જે કેટલીક ઘટનાઓ ઘટી છે, તેના પગલે ચીનનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની 'હાલના સમય'માં મુલાકાત લઈ શકે તેમ નથી. આ ઘટનાઓમાં બે ભારતીય વેપારીઓ ચેન જીઆયુન પ્રાંતના વાઈસ ગવર્નરમાં આ પ્રતિનિધિ મંડળ આવનારું હતું. જો કે, આ મુલાકાત રદ્દ કરવા માટે કોઈ પત્ર ગુજરાત સરકારને મોકલવામાં આવ્યો હોવાનો ઈન્કાર કરવામાં આવ્યો છે.
-સંદેશો ગુજરાતના રેસિડન્ટ કમિશ્નરને પાઠવી દેવામાં આવ્યો
-ચીનના પ્રતિનિધિ મંડળને મુલાકાત લેતા અટકાવવામાં નથી આવ્યું- ક્રિષ્ના
-પ્રતિનિધિ મંડળ પાસેથી નવી તારીખો માંગવામાં આવી
વિદેશ વિભાગના અધિકારીના કહેવા પ્રમાણે આ અંગેનો સંદેશો ગુજરાતના રેસિડન્ટ કમિશ્નરને પાઠવી દેવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ''તાજેતરમાં ઘટેલી વિવિધ ઘટનાઓ જેમાં બે ભારતીય વેપારીઓની ગેરકાયદેસર રીતે અટકાયત સહિતના મુદ્દાઓના કારણે હાલ ચીનના પ્રતિનિધિ મંડળને ગુજરાતની મુલાકાત લેવાની મંજૂરી આપી શકાય તેમ નથી. '' અધિકારીએ ઉમેર્યું હતું કે, આ અંગે અધિકારીઓને જાણ કરી દેવામા આવી છે. વિદેશપ્રધાન એસ. એમ. કૃષ્ણાના કહેવા પ્રમાણે, ''ચીનના પ્રતિનિધિ મંડળને મુલાકાત લેતા અટકાવવામાં નથી આવ્યું, પરંતુ તેમની પાસેથી નવી તારીખો માંગવામાં આવી છે. તેમની તારીખો ભારત સરકારને પણ અનુરૂપ હોવી જોઈએ તેમ ક્રિષ્નાએ ઉમેર્યું હતું.
આ પ્રતિનિધિ મંડળ ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ મુલાકાત કરનારું હતું. ઉલ્લેખનીય છે કે, શ્યામસુંદર અગ્રવાલ અને દિપક રાહેજા નામના બે ભારતીય વેપારીઓને ચીનના યિવુ પ્રાંતના ઝેઝિયાંગમાં ગેરકાયદેસર અટકાયત કરવામાં આવી હતી અને તેમની સાથે ગયેલા કોન્સુયલર સાથે પણ ગેરવર્તાવ કરવામાં આવ્યો હતો.
તમારો મત
સંબંધિત સમાચાર તમારા સ્ક્રિનની ડાબી બાજુના બોક્સમાં વાંચી શકો છો. અન્ય રસપ્રદ ન્યૂઝ આ સમાચારની નીચેના બોક્સમાં પણ વાંચી શકો છો. ઉપરાંત તમારો મત નીચે આપવામા આવેલા ફીડબેક ફોર્મ દ્વારા જણાવો. સરકારની નવી નીતિ પ્રમાણે ઈન્ટરનેટ પર કોઈ ધિક્કારાસ્પદ, વિવાદાસ્પદ કે ધૃણાસ્પદ ટિપ્પણી કરવીએ ગુનો બને છે. આ માટે ટિપ્પણી કરનારી વ્યક્તિ ખુદ જવાબદાર ઠરે છે. આથી કૃપા કરીને તમારી ભાષા સંયમિત અને શિષ્ટ રાખો. જો તમારી કોમેન્ટ અશિષ્ટ માલૂમ પડશે તો તેને વેબસાઈટ પરથી હટાવી દેવાની ફરજ પડશે.