Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> International News >> America
 

ચીને વર્લ્ડ એક્સપોમાંથી ભારતનો નકશો હટાવ્યો

 
Source: Agency, Beijing   |   Last Updated 12:12 AM [IST](30/08/2010)
 
 
 
 
 
અરુણાચલ દર્શાવતા ભારતીય નકશા ધરાવતી પુસ્તિકા જપ્ત થઇ

ચીન દ્વારા ભારતના સૈન્ય અધિકારીને વીઝા ના આપવાને મુદ્દે વિવાદ ગરમાયો છે. વીઝા ના આપવાનો કિસ્સો તો નવો છે પરંતુ જુલાઇ મહિનામાં જ ચીને એક ઘૃણાસ્પદ હરક્ત કરી હતી.૧૨ જુલાઇના રોજ ચીને શાંઘાઇ એક્સપોમાંથી ભારતનો નકશો હટાવી દીધો હતો.

સૂત્રોના જણાવ્યા મુજબ ચીનની જાહેર સુરક્ષા બ્યુરોના અધિકારી શાંઘાઇમાં ચાલી રહેલા વર્લ્ડ એક્સપો - ૨૦૧૦માં આવેલા ભારતીય પેવેલિયનમાં પહોંચ્યા હતા અને ભારતનો નકશો ધરાવતી વિવરણ પુસ્તિકાઓ જપ્ત કરી હતી. નકશામાં અરુણાચલનો ઉલ્લેખ હતો અને ચીન અરુણાચલને પોતાનો હિસ્સો માનતું હોવાથી આ પુસ્તિકાઓ જપ્ત કરવામાં આવી હતી.


ભારતના સંરક્ષણ અધિકારીઓનું માનવું છે કે ચીને સ્થળ પરથી સીધા નકશા જપ્ત કરવાને બદલે તેની ફરિયાદ ભારત સરકારને કરવી જોઇતી હતી. આ વિષયે તે પત્ર લખી શકે. ચીને આ ઘટના વિષે ચીનમાં આવેલા ભારતીય દૂતાવાસ કે એક્સપોમાં પેવેલિયન લગાવી ચૂકેલા ભારતીય પર્યટન વિભાગને જાણકારી આપવાની પરવા કરી નહોતી.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.