ચીનની રાજધાની બેઈઝિંગમાં આઈફોન4એસની લૉન્ચિંન્ગ મોકૂફ રહેવાથી આક્રોશ પામેલા લોકોએ એપ્પલ સ્ટોર સામે ઊભા રહીને સ્ટોરની બહાર ઈંડા ફેંકીને પ્રદર્શન કર્યું.
ચીનમાં આઈફોન4એસની લૉન્ચિંગ થવાની લોકો ખાસ્સા સમયથી રાહ જોઈને બેઠા હતા. જાહેરાત થયા પછી આ લોકો આખી રાત સ્ટોરની બહાર લાઇનો લગાવીને ઊભા રહ્યાં હતા.
સ્ટોર તરફથી આ લોકોને કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર નહોતો આપવામાં આવ્યો, જેના પછી લોકોએ અહીં પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધુ.
આક્રોશે ભરાયેલા લોકોએ એપલ સ્ટોરા ઉપર મિશમેનેજમેન્ટનો આરોપ લગાવ્યો છે. એપલ આઈફોન4એસ આમતા ચીનમાં પાછલા ખાસ્સા સમયથી બ્લેક માર્કેટ દ્વારા વેચાઈ રહ્યો છે, પરંતુ ઑફિશિયલી તેની લૉન્ચિંગ શુક્રવાર એટલે કે આજથી શરૂ થવાની હતી.
નોંધઃ વાચકમિત્રોએ આ વાતની નોંધ લેવી કે તમારી કોઈ પણ વાંધાજનક કે અશ્લીલ ટિપ્પણી માટે તમો પોતે જવાબદાર છો અને અપશબ્દો લખવા એ સજાને પાત્ર કૃત્ય છે.