
-જીવને જોખમમાં મૂકી શિક્ષણ માટે તલપાપડ બનેલા વિદ્યાર્થીઓ શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે વિશ્વભરમાં પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે ત્યારે શિક્ષણ પ્રાપ્ત કરવા માટે બાળકો જીવને જોખમમાં મૂકી શાળાએ જતાં સહેજ પણ અચકાતા નથી તેવી ઘટના પ્રકાશમાં આવી છે. જીવની પરવા કર્યા વિના અભ્યાસ માટે તલપાપડ બનેલા આ બાળકો છે ઈન્ડોનેશિયાના લેબાક પ્રાંતના શાંઘિયાંગ તાનજુંગ ગામના.
હકીકત એવી છે કે ઈન્ડિનેશિયાના શાંઘિયાંગ તાનજુંગ ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે અને સ્થાનિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓ ખરીદવા સિબેરાંગ નદી પાર કરીને બીજા કિનારે જવું પડે છે. પરંતુ નદીમાં વારંવાર ઘોડાપુર આવે છે જેના કારણે તેના પર બાંધવામાં આવેલા પૂલના આધાર સ્તંભ તૂટીને વહી ગયા. જેના પરિણામે પૂલ આધાર વિહોણો અને જર્જીરિત થઈને નદીમાં ઝૂલવા લાગ્યો. જેથી હવે વિદ્યાર્થીઓને શાળાએ જવા અને સ્થાનિકોએ નદી ઓળંગવા માટે આ મોતના પુલનો સહારો લેવો પડે છે. આ પુલ પરથી પસાર થનાર તમામે દોરડા અને તૂટેલા લાકડાના પાટિયાના સહારે નીચે વહેતી નદીના ડરમાં આ સાહસ ખેડવું પડે છે. જુઓ તસ્વીરોમાં મોતને માત આપી શાળાએ જતા આ વિદ્યાર્થીઓ....

